ગાયકીને લાયક જે સ્વર પ્રાપ્ત કરવો હતો તે માટે 20 વર્ષ શ્વાસ પર પ્રેક્ટિસ કરી

By GS Team
27 Feb 20203 mins read
This article was originally published on 27 Feb 2020
ગાયકીને લાયક જે સ્વર પ્રાપ્ત કરવો હતો તે માટે 20 વર્ષ શ્વાસ પર પ્રેક્ટિસ કરી

સિંગિંગ માટે શ્વાસ ખૂબ મોટો ભાગ ભજવે છે. શ્વાસ કેવી રીતે લેવો અને તેની સાચી રીત તમને ઉમદા ગાયક બનાવી શકે છે આ શબ્દો છે, સ્પેનિશ અને ફ્રેન્ચ મૂળના ગાયક મનુ ચાઓના. જેમ ભારતમાં અરિજિત સિંઘના મધુકંઠે ગવાયેલા ગીતોની દીવાનગી લોકોના દિલો-દિમાગ પર રાજ કરે છે તેમ મનુ ચાઓના કંઠ ગવાયેલા ગીતોએ ફ્રેન્ચ, સ્પેનિશ લોકોને દીવાના બનાવ્યા છે.  

મુંબઇ, જોધપુર, દિલ્હીમાં પરફોર્મન્સ આપી ચૂકેલા મનુ ચાઓએ ફ્રેન્ચ, સ્પેનિશ, ઇંગ્લિશ, અરબી જેવી સાત ભાષાઓમાં ગીતો ગાયા છે. અમદાવાદની આલિઔંસ ફ્રોંસેઝ સંસ્થામાં આવેલા મનુ ચાઓએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં તેમના ૩૦ વર્ષના યાદગાર સિંગિંગ ફિલ્ડના સંસ્મરણો તાજા કરતાં કહ્યંા કે, હું સોલો કરતાં ગુ્રપ પરફોર્મન્સ આપવાનું વધુ પસંદ કરું છું. ગુ્રપમાં કામ કરો તોતેની સક્સેસ જુદી જ હોય છે તેથી ગુ્રપ પરફોર્મન્સ આપવાનું પસંદ કરું છું. ૧૯૯૦માં પહેલું સોલો આલબમ રિલીઝ થયું હતું એ સોન્ગ તૈયાર કર્યું ત્યારે આ મારા કરિયરનો અંત હશે તેવું વિચારી હું બીજા કામે બ્રાઝિલ જતો રહ્યો હતો અને ત્યાં ખબર પડી કે હું લોકપ્રિય થઇ ગયો હતો. સિંગિંગ મારું પેશન છે અને તેના માટે મેં દરેક વસ્તુ પર ધ્યાન આપ્યું છે. મને ૩૫ વર્ષે ખબર પડી કે શ્વાસનીક્રિયા કેટલી મહત્વની છે અને તે શીખી સિંગિંગમાં આગળ વધી શકાય છે. અત્યારે મારો જે અવાજ છે તે અવાજ મેળવવા માટે મેં ૨૦ વર્ષ યોગ્ય રીતે શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરી હતી. જે ખૂબ અઘરું છે. હું માનું છું કે સ્પિરિચ્યુઅલી શ્વાસ કેવી રીતે લેવો તે બાળકને સ્કૂલથી શીખવાડવું જોઇએ તો બાળકને નાનપણથી એક ઉમદા કંઠ મળી શકે છે.    

મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો નથી, સિટીમાં માત્ર સાઇકલ પર જ ટ્રાવેલ કરું છું 

છેલ્લાં ઘણા વર્ષોથી મનુ ચાઓએ મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો નથી અને ફેમસ હોવા છતા ગાડી વસાવી નથી તેઓ ફ્રાન્સમાં માત્ર સાઇકલ પર જ મુસાફરી કરે છે. આ અંગે વાત કરતા તેઓએ કહ્યું કે, જે દેશને સુરક્ષિત રાખે છે તે આર્મી પાસે ફોન હોતો નથી અને તેમના જીવન જીવવામાં કોઇ મુશ્કેલી થતી નથી ત્યારે આપણે તો ન જ થવી જોઇએ. હું માત્ર આર્ટિસ્ટ નથી. હું ગીતના લિરિક્સ લખવાથી લઇને લોજિસ્ટિક, કોમ્યુનિકેશન અને મેનેજમેન્ટ બધું જ જાતે હેન્ડલ કરું છું. કોમ્યુનિકેશન કરવા માટે માત્ર ઇમેલનો ઉપયોગ કરું છું. મારું માનવું છે કે, અન્ય લોકો સાથે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ દ્વારા કનેક્ટ રહેવું ખોટું નથી.ખોટું છે સતત કનેક્ટ રહેવું.

મનુ ચાઓ ગીતના લિરિક્સને રિસાઇકલ કરે છે

મનુ ચાઓના ગીતો અન્ય સિંગર કરતા અલગ અને અદ્ભુત હોય છે અને તેનું કારણ છે. તેમના ગીતના લિરિક્સ.. તેઓ ગીતના લિરિક્સને રિસાઇકલ કરે છે. આ અંગે વાત કરતા તેઓએ કહ્યું કે, હું મારા ગીતોને ખાસ બનાવવા માટે જૂના ગીતના લિરિક્સનો ઉપયોગ નવું ગીત બનાવવા માટે કરું છું અને આને કારણે જ મારા ગીતો ખાસ બન્યા છે. આજે દરેક કહે છે કે કંઇક નવું કરવું જોઇએ ત્યારે જૂના લિરિક્સનો ફરીથી યુઝ કરવામાં કંઇ ખોટું નથી.