Astro

વાંચો તમારું 04 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
4 Nov 20261 min read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોને પોતાની બુદ્ધિ અને મહેનતથી કામમાં સફળતા મળશે. વાણીની મીઠાશ લાભદાયી રહેશે. જ્યારે અન્ય રાશિના જાતકોને કામકાજમાં પ્રતિકૂળતા, દોડધામ કે ખર્ચનો અનુભવ થઈ શકે છે. રાજકીય કાર્યોમાં સિંહ રાશિને સાનુકૂળતા મળશે. જ્યારે કન્યા રાશિને કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ ટાળવાની સલાહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 04 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત- મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે.
વૃષભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
મિથુન : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ષનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામકાજ થઈ શકે.
કર્ક : કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે. કામકાજનો ઉકેલ આવતો જાય.
સિંહ : આપના અગત્યના કામ ઉકેલાવાથી આપને રાહત થતી જાય. રાજકીય-સરકારી કામકાજમાં સાનુકૂળતા મળી રહે.
કન્યા : આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. કોર્ટ-કચેરીના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં.
તુલા : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ જણાય.
વૃશ્ચિક : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ ઘર-પરિવાર - સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામ અંગે દોડધામ રહે.
ધન : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થાય.
મકર : આપે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. તબીયતની અસ્વસ્થતા જણાય. સુસ્તી-બેચેની અનુભવાય.
કુંભ : સંસ્થાકીય કામ અંગે, જાહેરક્ષેત્રના કામ અંગે આપને દોડધામ-શ્રમ રહે. આપના કામમાં અન્યનો સાથ મળી રહે.
મીન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરી રાખવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

  • અગ્નિદત્ત પદમનાભ