ઈસરોમાં સાયન્ટિસ્ટ માતાની દીકરી C. A. માં ઓલ ઈન્ડિયા ચોથા ક્રમાંકે

By GS Team
13 Aug 20191 min read
This article was originally published on 13 Aug 2019
ઈસરોમાં સાયન્ટિસ્ટ માતાની દીકરી C. A. માં ઓલ ઈન્ડિયા ચોથા ક્રમાંકે

ઓલ ઇન્ડિયા ટોપ-5માં રેન્ક મેળવવાની આશા નહોતી

સીએની એક્ઝામમાં મારે ટોપ રેન્ક આવશે તેવી આશા નહોતી, પરંતુ ટોપ ૫૦માં રેન્ક મેળવવાની આશા હતી. મારી મહેનતનો સંપુર્ણ શ્રેય મારા માતા પિતાને આભારી છે. મારા પિતા સીએમએ છે, જેઓએ મારો સિડયુઅલ તૈયાર કર્યો ઉપરાંત મારો માનસિક તણાવ પણ તેઓએ દૂર કર્યો હતો. એક્ઝામ દરમિયાન માતા પિતાના સપોર્ટથીજ આત્મવિશ્વાસ વધ્યો છે. મારી માતા ઇસરોમાં સાયન્ટિસ્ટ છે, તેઓને કોમર્સમાં વધારે નોલેજ ન હોવા છતા દરેક વાતે સપોર્ટ કર્યો હતો. હવે મારે જોબ કરવી છે. - સાયાનિકા રોય

હાર્ડવર્ક દ્વારા જ સારૂ પરિણામ મેળવી શકાય છે

સીએ ફાઇનલની એક્ઝામ હોવાથી મને પ્રેશર હતું, ઉપરાંત હું જોઇન્ટ ફેમિલીમાં રહું છું. પરંતુ ઘરના સભ્યોનો ખુબ સપોર્ટ રહ્યો હતો. મને લાગતું હતું કે, હું એકલો નહીં આખું ઘર એક્ઝામ આપે છે. પરિણામ હાર્ડવર્ક દ્વારા જ મળે છે, મેં પણ દિવસના ૧૬ કલાકની મહેનત કરી હતી. અને સોશિયલ મીડિયાથી દૂર રહ્યો હતો. મારી ઉંમર ૨૧ વર્ષની જ હોવાથી મારી પાસે સમય હોવાથી મારે જીપીએસઇની તૈયારી કરવી છે. મારા પિતા બિઝનેસ કરે છે, જ્યારે માતા ઘર કામ સંભાળે છે. - અંકિત ઇનાની