Gir Somnath

બે સિંહ લડ્યા ને એક સાવજ 10 ફૂટ ઊંડા ખાડામાં પડ્યો: હાઈ-રિસ્ક રેસ્ક્યુ અને 10 દિવસની સારવાર બાદ જંગલમાં કરાયો મુક્ત

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
ગીર સોમનાથ-અમરેલી સરહદે તુલસીશ્યામ રેન્જના ખંભાળામાંથી વન વિભાગે પ્રશંસનીય કામગીરી કરી છે. સામસામેની લડાઈમાં ગંભીર ઇજાગ્રસ્ત 10 ફૂટ ઊંડી ખાઈમાં પડેલા નર સિંહને વન વિભાગના તબીબો અને ટ્રેકર્સની ટીમે અત્યંત જોખમી ઓપરેશન પાર પાડી નવજીવન આપ્યું. 10 દિવસની સઘન સારવાર બાદ સિંહને જંગલમાં મુક્ત કરાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

બે સિંહ લડ્યા ને એક સાવજ 10 ફૂટ ઊંડા ખાડામાં પડ્યો: હાઈ-રિસ્ક રેસ્ક્યુ અને 10 દિવસની સારવાર બાદ જંગલમાં કરાયો મુક્ત

Gir Forest Lion Rescue: ગિર સોમનાથ અને અમરેલી સરહદે આવેલી તુલસીશ્યામ રેન્જના ખંભાળા વિસ્તારમાંથી વન વિભાગના તબીબો અને ટ્રેકર્સની સરાહનીય કામગીરી સામે આવી છે. સામસામેની લડાઈમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ 10 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકેલા એક નર સિંહને વન વિભાગની ટીમે અત્યંત જોખમી ઓપરેશન પાર પાડીને નવજીવન આપ્યું છે.

બેભાન કર્યા વગર 10 ફૂટ ઊંડી ખાઈમાંથી રેસ્ક્યુ

સામાન્ય રીતે વન્યજીવોને રેસ્ક્યુ કરતી વખતે ગનથી બેભાન કરવામાં આવતા હોય છે, પરંતુ આ સિંહ લડાઈ બાદ અત્યંત નબળો પડી ગયો હોવાથી તેને બેભાન કરવો જીવલેણ સાબિત થઈ શકે તેમ હતો. આ સ્થિતિમાં વન વિભાગે હિંમતપૂર્વક હાઈ-રિસ્ક ઓપરેશન હાથ ધર્યું હતું.

વન વિભાગના એક ટ્રેકરને પાંજરામાં બેસાડીને 10 ફૂટ ઊંડી ખાઈમાં સિંહની એકદમ નજીક ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ લાકડીઓ અને દોરડાના ફાંસાની મદદથી સિંહને સુરક્ષિત રીતે કાબૂમાં લેવામાં આવ્યો હતો. આ ભારેખમ પાંજરાને ખાઈમાંથી બહાર કાઢવા માટે વન વિભાગના 20 જેટલા કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

10 દિવસની સારવાર બાદ સાવજ જંગલમાં મુક્ત

ખાઈમાંથી સિંહને સલામત બહાર કાઢ્યા બાદ તેને તાત્કાલિક એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વન વિભાગના પશુ ચિકિત્સકોની ટીમે 10 દિવસ સુધી તેની ગહન સારવાર અને દેખરેખ રાખી હતી. 10 દિવસની તબીબી સંભાળ બાદ સાવજ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જતાં તેને ફરી એકવાર પોતાના કુદરતી આવાસ એવા જંગલમાં મુક્ત કરી દેવામાં આવ્યો છે.