Gir Somnath

સિંહ-દીપડાનું માનવ સાથે ઘર્ષણ ટાળવા સરકારનું ડિજિટલ સુરક્ષાનું તૂત, ગિરનાર ચઢવા આજથી નામ નોંધણી ફરજિયાત

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
જૂનાગઢ ગિરનાર પર્વત પર આજથી (18મી જુલાઈ) 'ઇન-આઉટ' ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ પ્રાયોગિક ધોરણે શરૂ કરાઈ છે. યાત્રાળુઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસે આ નિર્ણય લીધો છે. https://Register.bhavnathtemple.com વેબસાઈટ પર ગ્રુપ લીડરનું નામ, મોબાઈલ નંબર, આધારકાર્ડ જેવી વિગતો ભરી નોંધણી કરાવી શકાશે. સ્થળ પર ઓફલાઈન નોંધણીની પણ વ્યવસ્થા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિંહ-દીપડાનું માનવ સાથે ઘર્ષણ ટાળવા સરકારનું ડિજિટલ સુરક્ષાનું તૂત, ગિરનાર ચઢવા આજથી નામ નોંધણી ફરજિયાત

Girnar Online Registration: જૂનાગઢના ઐતિહાસિક ગિરનાર પર્વત પર વહીવટી તંત્ર દ્વારા આજથી (18મી જુલાઈ) જ ‘ઈન-આઉટ’ ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી રહી છે. કોઈ યાત્રિકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા વિના જ પહોંચી જાય તો તેમણે સ્થળ પર ઓફલાઈન નામનોંધણી કરાવવાની રહેશે.

તાજેતરમાં ગિરનારની સીડી પર એક તરૂણને સિંહે શિકાર બનાવ્યો એ કિસ્સાને પગલે યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના એક પ્રયાસરૂપ ગણાવાતો આ નિર્ણય વાસ્તવમાં ‘દર્દ એક ને દવા બીજી’ જેવો પૂરવાર થાય તેમ છે.

તંત્ર દ્વારા આ માટે ક્યુઆર કોડ જાહેર કરાયો છે, જે સ્કેન કરતાં ગ્રુપ લીડરનું નામ, મોબાઈલ નંબર, જેન્ડર, ઉંમર, શહેર, રાજ્ય, ગિરનાર મુલાકાતની અંદાજિત તારીખ જેવી વિગતો પૂછાય છે. ઉપરાંત આધારકાર્ડ અને ફોટો અપલોડ કરવાના રહે છે.

આ રહી એ સરકારી યાદી અને ક્યુઆર કોડ

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓનલાઈન નોંધણી માટે https://Register.bhavnathtemple.com નામની વેબસાઈટ જાહેર કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસે સંયુક્ત પરામર્શ કરી યાત્રાળુઓની સુરક્ષા-સુવ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે વેબસાઈટ વિકસાવવામાં આવી છે. આ વેબસાઈટનું નિર્માણ જિલ્લા એનઆઈસી ટીમના ડીઆઈઓ ભુવનેશ્વર બુગડિયા, હિતેશ ટાંક અને શાયર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે.

યાત્રિકોની સરળતા માટે નવી સીડી પાસે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ક્યુ આર કોડ સ્કેન દર્શાવતી સ્ટેન્ડી પણ મૂકવામાં આવશે. ગિરનાર જવા માટે અને પરત આવ્યા બાદ પણ એન્ટ્રી કરાવવી ફરજિયાત છે. દરેક યાત્રાળુએ પોતાનું ઓળખકાર્ડ સાથે રાખવું પણ અનિવાર્ય બનાવાયું છે. જે સ્માર્ટફોન ન વાપરતા હોય તેના માટે ઓફલાઈન રજિસ્ટ્રેશન પણ થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે.