Gandhinagar

President's Medal 2026: ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ મેડલ જાહેર, જુઓ યાદી

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
સ્વતંત્રતા દિવસ 2026 નિમિત્તે કેન્દ્ર સરકારે 'પ્રેસિડેન્ટ્સ મેડલ ફોર ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ' અને સેવા મેડલ્સની જાહેરાત કરી છે. ગુજરાત પોલીસે આમાં ગૌરવ વધાર્યું છે, કારણ કે 19 અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી થઈ છે. પોલીસ ક્ષેત્રે વિશિષ્ટ રેકોર્ડ, શિસ્ત અને કર્તવ્યનિષ્ઠા બદલ ઉચ્ચ અધિકારીઓથી લઈને હેડ કોન્સ્ટેબલ સુધીના જવાનોને સન્માનિત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

President's Medal 2026: ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ મેડલ જાહેર, જુઓ યાદી

President's Medal 2026: સ્વતંત્રતા દિવસ 2026 નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા વિશિષ્ટ કામગીરી અને લાંબા સમયની નિષ્ઠાવાન સેવાઓ બદલ આપવામાં આવતા ‘પ્રેસિડેન્ટ્સ મેડલ ફોર ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ’ (PSM) તેમજ સેવા મેડલ્સની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત પોલીસ બેડાનું ગૌરવ વધારતા 19 અધિકારીઓ અને કર્મચારીઓની સન્માન માટે પસંદગી કરવામાં આવી છે.

image.png

પોલીસ ક્ષેત્રે વિશિષ્ટ રેકોર્ડ, શિસ્ત અને કર્તવ્યનિષ્ઠા દર્શાવવા બદલ દેશભરના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા જવાનોની યાદીમાં ગુજરાતના ઉચ્ચ અધિકારીઓથી લઈને હેડ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

પોલીસ એવોર્ડ શ્રેણીઓ

વીરતા મેડલ (Gallantry Medal): જાનના જોખમે વિશિષ્ટ વીરતા દર્શાવવા, ગુનાઓ અટકાવવા કે લોકોના પ્રાણ બચાવવાના સાહસિક કાર્ય માટે આપવામાં આવે છે.

પ્રેસિડેન્ટ સેવા મેડલ (PSM): સેવામાં સતત ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ રેકોર્ડ ધરાવતા અધિકારીઓને જ આ સન્માન મળે છે.

મેઘાવી સેવા મેડલ (MSM): શિસ્તબદ્ધ, સાધનસંપન્ન અને કર્તવ્યનિષ્ઠા સાથે કરેલી મૂલ્યવાન સેવાઓ બદલ એનાયત કરવામાં આવે છે.