નેપાળ પૂર હોનારત: કુલ 26 ગુજરાતીઓ સંપર્કવિહોણા! અમદાવાદ, સુરત, વડોદરામાં ચિંતાનો માહોલ; જુઓ લિસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Flood: 26 Missing Persons from Gujarat | નેપાળ અને તિબેટ સરહદે લાંગતાંગ ક્ષેત્રમાં ગ્લેશિયર તૂટવા અને ભોટેકોશી નદીમાં આવેલા ભીષણ પૂર બાદ ગુજરાતના પરિવારોમાં ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. કૈલાશ માનસરોવર યાત્રા તેમજ નેપાળ પ્રવાસે ગયેલા ગુજરાતના મૂળ વતની અને વિવિધ દેશોની નાગરિકતા ધરાવતા (NRI) કુલ 26 નાગરિકો ગુમ અથવા સંપર્કવિહોણા હોવાની સત્તાવાર વિગતો ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરવામાં આવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના 28 ઓગસ્ટ 2026 (સવારે 07:45 કલાક)ના સત્તાવાર રિપોર્ટ મુજબ:
જિલ્લો | કુલ સંખ્યા | નાગરિકતા / વિશેષ નોંધ PDF |
અમદાવાદ | 5 | 3 યુએસ નાગરિક, અશોકભાઈ કાપડી અને બીનાબેન પારેખ |
આણંદ | 5 | 3 યુએસ નાગરિક, 2 કેનેડિયન નાગરિક (ખંભાત-વિદ્યાનગર) |
ગાંધીનગર | 4 | 3 યુએસ નાગરિક, 1 ઓસ્ટ્રેલિયન નાગરિક |
સુરત | 3 | 2 યુએસ નાગરિક, 1 મુંબઈ નિવાસી |
ખેડા | 3 | 1 યુએસ નાગરિક, 2 કેનેડિયન નાગરિક (નડિયાદ) |
વડોદરા | 2 | 2 ન્યૂઝીલેન્ડ નાગરિક (કિન્નરી પટેલ, મિહિર પટેલ) |
અમરેલી | 2 | 1 યુએસ નાગરિક (દિનેશભાઈ પટેલ, ગોમતીબાપુ) |
રાજકોટ | 1 | જય દિનેશ કોટેચા |
વલસાડ | 1 | રોમાબેન ઇંટવાલા (સુરક્ષિત હોવાની પુષ્ટિ) |
કુલ | 26 | — |
SEOC દ્વારા જાહેર કરાયેલી 26 વ્યક્તિઓની વિસ્તૃત યાદી
વડોદરા કનેક્શન (ન્યૂઝીલેન્ડ નાગરિક):
- કિન્નરી પટેલ અને મિહિર પટેલ: રિચા ટૂર્સ મારફતે કૈલાશ માનસરોવર યાત્રાએ નીકળ્યા હતા. ગઈકાલે સવારે 04:51 કલાકે છેલ્લો સંપર્ક થયો હતો. અમદાવાદ મણિનગર ખાતે પણ તેમનું નિવાસસ્થાન છે.
આણંદ જિલ્લો:
- બિમલકુમાર પટેલ અને જૈમિનાબેન પટેલ (આણંદ / યુએસ નાગરિક): 'નમસ્તે નેપાળ ટ્રેકિંગ' મારફતે ગયા હતા, ગઈકાલે સવારથી સંપર્કવિહોણા છે.
- પદ્માબેન જગદીશભાઈ પટેલ અને જગદીશભાઈ ઉમેશભાઈ પટેલ ( કેનેડિયન નાગરિક): 'હિમાલયન ગ્લેશિયર એડવેન્ચર' મારફતે કૈલાશ યાત્રાએ ગયેલા, છેલ્લા 2 દિવસથી સંપર્ક તૂટી ગયો છે.
અમદાવાદ:
- અશોકભાઈ ધીરજલાલ કાપડી (મેમનગર, અમદાવાદ): ગઈકાલે સવારે 08:30 કલાકે ચાઈના બોર્ડર ઈમિગ્રેશન સેન્ટર નજીકથી છેલ્લો સંપર્ક થયો હતો.
- શ્રીમતી બીના પી. પારેખ (ઉસ્માનપુરા, અમદાવાદ / NRI - ન્યૂયોર્ક, USA): 24 ઓગસ્ટે છેલ્લો સંદેશ મળ્યો હતો, ત્યારથી સંપર્ક થઈ શક્યો નથી.
ગાંધીનગર:
- ભાવિનકુમાર આર. રાવલ (મોટેરા / ઓસ્ટ્રેલિયન નાગરિક): કૈલાશ જર્નીઝ મારફતે ગયેલા, સવારે 05:00 વાગ્યે છેલ્લો સંપર્ક થયો હતો.
- અમિતા અમીન, તેજલ પટેલ અને જિતેન્દ્ર પટેલ (યુએસ નાગરિક): બાગમતી/ફ્રેન્ડશિપ બ્રિજ નજીકથી સંપર્કવિહોણા બન્યા છે.
ખેડા / નડિયાદ:
- ઉમેશ ભોગીલાલ પટેલ, આકાંક્ષાબેન પટેલ (કેનેડિયન નાગરિક) અને ઈશાન પટેલ, શિલ્પાબેન પટેલ (અમેરિકન નાગરિક): નડિયાદના મૂળ વતની પરિવારો સાથે છેલ્લા 24 કલાકથી સંપર્ક થઈ શક્યો નથી.
સુરત:
- પરેશભાઈ નટવરલાલ પટેલ, જ્યોતિબેન પટેલ (યુએસ નાગરિક) અને મીનાક્ષીબેન સંજયભાઈ રમણી (મુંબઈ નિવાસી): રિચા ટૂર્સ/હિલ્સ એન્ડ થ્રિલ્સ મારફતે કૈલાશ માનસરોવર ગયેલા, ગઈકાલે સવારે રસુવાગઢી બોર્ડર નજીકથી ફોટો મોકલ્યા બાદ સંપર્ક તૂટ્યો છે.
અમરેલી અને રાજકોટ:
- દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ (અમરેલી / યુએસ નાગરિક): દિલ્હીથી નેપાળ પહોંચ્યા બાદ સંપર્કવિહોણા.
- કામતાપ્રસાદ બાબુલાલ (જાફરાબાદ, અમરેલી): 10 ઓગસ્ટે અયોધ્યાથી નેપાળ ગ્રૂપ સાથે નીકળ્યા બાદ 11 ઓગસ્ટથી સંપર્ક થઈ શક્યો નથી.
- જય દિનેશ કોટેચા (રાજકોટ મૂળના): રસુવાગઢી-કેરુંગ બોર્ડર નજીક ફસાયેલા છે.
વલસાડ (રાહતના સમાચાર):
- રોમા દિલીપભાઈ ઇંટવાલા (હાલાર, વલસાડ): મામલતદાર વલસાડ તરફથી સત્તાવાર પુષ્ટિ મળી છે કે તેઓ હાલ નેપાળમાં સંપૂર્ણ સુરક્ષિત છે.
મોટાભાગના યાત્રાળુઓ રસુવાગઢી અને કેરુંગ બોર્ડરે ફસાયા
અહેવાલ મુજબ, મોટાભાગના પ્રવાસીઓ કૈલાશ માનસરોવર યાત્રાના મુખ્ય પ્રવેશદ્વાર સમાન રસુવાગઢી-કેરુંગ બોર્ડર (NH42 / G216) અને ફ્રેન્ડશિપ બ્રિજ વિસ્તારમાં હતા, જ્યાં ભોટેકોશી નદીના પૂરે ભારે તબાહી મચાવી છે. ગુજરાત સરકાર વિદેશ મંત્રાલય અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે.




