Gandhinagar

એશિયન ગેમ્સ 2026માં ગુજરાતનો રેકોર્ડ બ્રેક દબદબો, 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

By GS Team
27 Jul 20261 min read
TukuTouch Logo
ગુજરાતનો રમતગમત ગ્રાફ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપથી ઉંચે જઈ રહ્યો છે. જાપાનના આઈચી-નાગોયા ખાતે 2026માં યોજાનારી 20મી એશિયન ગેમ્સ માટે ગુજરાતના 9 ખેલાડીઓ અને 1 રિઝર્વ ખેલાડીની પસંદગી થઈ છે. શૂટિંગમાં ઈલાવેનિલ વલારિવન, ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહ, ટેનિસમાં અંકિતા રૈના, વૈદેહી ચૌધરી અને જીલ દેસાઈ (રિઝર્વ), સોફ્ટ ટેનિસમાં અનિકેત પટેલ, સ્વિમિંગમાં આર્યન નેહરા અને એથ્લેટિક્સમાં દેવયાની ઝાલા મેડલ જીતવા સજ્જ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એશિયન ગેમ્સ 2026માં ગુજરાતનો રેકોર્ડ બ્રેક દબદબો, 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Gujarat Athletes: ગુજરાતનો રમતગમતનો ગ્રાફ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. જાપાનના આઈચી-નાગોયા ખાતે 19મી સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાનારી '20મી એશિયન ગેમ્સ' માટે ગુજરાતમાંથી 9 સભ્યોની મજબૂત ટુકડી તેમજ એક રિઝર્વ ખેલાડીની ભારતની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2014માં યોજાયેલી 17મી એશિયન ગેમ્સની સરખામણીએ આ વખતે ગુજરાતે પોતાનો જ રેકોર્ડ તોડીને એક નવો ઈતિહાસ રચ્યો છે.

દિગ્ગજ અને યુવા પ્રતિભાઓનું શાનદાર મિશ્રણ

ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરાયેલી ગુજરાતની ટીમમાં અનુભવી ચેમ્પિયન્સ અને ઉત્સાહી યુવા પ્રતિભાઓનો સમાવેશ થાય છે. વિવિધ રમતોમાં ઝળકેલા ગુજરાતના મુખ્ય 9 ખેલાડીઓ અને 1 રિઝર્વ ખેલાડી નીચે મુજબ છે:

•શૂટિંગ: ઈલાવેનિલ વલારિવન
•ટેબલ ટેનિસ: હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહ
•ટેનિસ: અંકિતા રૈના અને વૈદેહી ચૌધરી (જીલ દેસાઈ - રિઝર્વ ખેલાડી)
•સોફ્ટ ટેનિસ: અનિકેત પટેલ
•સ્વિમિંગ (તરણ): આર્યન નેહરા
•એથ્લેટિક્સ (સ્પ્રિન્ટર): દેવયાની ઝાલા

આ સફળતા પાછળનો 'ગેમ પ્લાન'

રમતગમત ક્ષેત્રે ગુજરાતની આ સફળતા રાતોરાત નથી આવી, પરંતુ તે છેલ્લા એક દાયકાની લાંબા ગાળાની વ્યૂહનીતિના અને ઉત્કૃષ્ટ આયોજનનું પરિણામ છે. સ્થાનિક સ્તરેથી પ્રતિભાવંત ખેલાડીઓને શોધીને તેમને યોગ્ય તક અને આધુનિક તાલીમ પૂરી પાડવામાં આવી છે.

ઓલિમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ જેવી વૈશ્વિક સ્પર્ધાઓમાં ગુજરાતના ખેલાડીઓની ભાગીદારી સતત વધી રહી છે. આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાપાનની ધરતી પર ભારતીય ધ્વજ લહેરાવવા અને દેશ માટે મેડલ જીતવા માટે ગુજરાતની આ સ્ક્વોડ સજ્જ થઈ રહી છે.