Gandhinagar

AI વડે દૂર કર્યો દીકરીઓનો અંગ્રેજીનો ડર: ભરૂચના શિક્ષિકા હેતલબહેન રાણાનો અનોખો પ્રયોગ, જાણો કેવી રીતે કર્યો ઉપયોગ

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
ભરૂચની મનુબર કન્યા શાળાના ભાષા-શિક્ષિકા હેતલ રાણાએ AI અને ગ્રીન સ્ક્રીનથી વર્ગખંડને સ્ટુડિયોમાં ફેરવી દીધો છે. દીકરીઓ Plotagon જેવી AI એપ્સથી અંગ્રેજી સંવાદ અને અભિનય શીખી રહી છે, જેનાથી તેમનો સંકોચ દૂર થયો છે. શિક્ષણમાં 2 દાયકાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને 5 સપ્ટેમ્બરે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026'થી સન્માનિત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

AI વડે દૂર કર્યો દીકરીઓનો અંગ્રેજીનો ડર: ભરૂચના શિક્ષિકા હેતલબહેન રાણાનો અનોખો પ્રયોગ, જાણો કેવી રીતે કર્યો ઉપયોગ

Bharuch Teacher Hetalben Rana : ગુજરાતની સરકારી શાળાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભણાવવાના ક્રાંતિકારી પ્રયોગો થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાની મનુબર પ્રાથમિક કન્યા શાળાના ભાષા-શિક્ષિકા હેતલ રાણાએ ગ્રીન સ્ક્રીન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી વર્ગખંડને એક નાના ફિલ્મ સ્ટુડિયોમાં ફેરવી નાખ્યો છે. અહીં દીકરીઓ ગ્રીન સ્ક્રીન સામે ઊભી રહીને આત્મવિશ્વાસ સાથે અંગ્રેજીમાં સંવાદ અને અભિનય કરે છે. ત્યારબાદ Plotagon અને Arloopa જેવી AI એપ્લિકેશન્સની મદદથી બેકગ્રાઉન્ડ બદલીને તેને કાર્ટૂન કે અન્ય આકર્ષક સ્થળોમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ નવીન પદ્ધતિથી દીકરીઓમાં રહેલો અંગ્રેજી ભાષાનો સંકોચ સંપૂર્ણપણે દૂર થયો છે.

માતાની પ્રેરણાથી શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ અને 2 દાયકાની સફળ સફર

શિક્ષિકા માતાની પ્રેરણાથી શિક્ષક બનવાનું સપનું સેવનાર હેતલબહેન વર્ષ 2007 માં નેત્રંગ તાલુકાની કન્યા શાળામાં વિદ્યાસહાયક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. નોકરીની સાથે અભ્યાસ ચાલુ રાખીને તેમણે અંગ્રેજી વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. વર્ષ 2013 થી તેઓ પ્રાથમિક વિભાગમાં અંગ્રેજી અને ભાષા શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે, અને છેલ્લા 12 વર્ષથી તેઓ મનુબર કન્યા શાળામાં કાર્યરત છે. તેમની આ બે દાયકાની ઉત્કૃષ્ટ કામગીરી માટે 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસે તેમને રાજ્ય સરકાર તરફથી 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક - 2026'થી સન્માનિત કરવામાં આવશે.

image.png

AI આધારિત શૈક્ષણિક રમતો અને રાજ્ય કક્ષાએ પ્રદાન

હેતલબહેને Wordwall અને AI ની મદદથી શૈક્ષણિક રમતો બનાવી છે, જે પહેલા તૈયાર કરવામાં કલાકો લાગતા હતા તે હવે માત્ર 1 મિનિટમાં તૈયાર થાય છે. તેમણે વાંચન-લેખનમાં મુશ્કેલી અનુભવતા બાળકો માટે 'ક' થી 'જ્ઞ' સુધીની FLN ડિજિટલ ગેમ્સ બનાવી છે. જેમાં 'લીડર બોર્ડ' ની સુવિધાથી બાળકો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા વધે છે. તેમણે GCERT ના સામયિક "જીવન શિક્ષણ" માં 3 લેખ, NCERT ના 'MOTHERS OF DEMOCRACY' મોડ્યુલના 4 પુસ્તકોનું ભાષાંતર અને "દિક્ષા app" માં ભરૂચની લોકબોલી આધારિત કોર્સ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

શાળા વિકાસ અને પર્યાવરણ સંવર્ધનમાં વિશેષ યોગદાન

હેતલબેનનું માનવું છે કે AI ક્યારેય શિક્ષકનો વિકલ્પ બની શકે નહીં, પરંતુ તે શિક્ષણને વધુ સરળ અને રસપ્રદ બનાવવાનું સાધન છે. વર્ગખંડ ઉપરાંત તેમણે ગ્રામજનો અને એનઆરઆઈના સહયોગથી શાળામાં વોટર ફિલ્ટર પ્લાન્ટ, બ્લોક-શેડનું નિર્માણ અને ફળાઉ વૃક્ષોનું વાવેતર કરાવી પર્યાવરણ જાળવણી માટે પણ મહત્ત્વપૂર્ણ કામગીરી કરી છે.