ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની ધો.10-12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, સામાન્ય પ્રવાહમાં બે સેશનમાં એક્ઝામ, જાણો ટાઈમટેબલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GSEB GSOS Class 10-12 Exam Timetable 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB) દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ(GSOS)ના ધોરણ-10 અને ધોરણ-12(સામાન્ય પ્રવાહ)ના ઉમેદવારો માટેની નવેમ્બર-ડીસેમ્બર-2026ની પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડે જાહેર કરેલી યાદી મુજબ, આગામી 30 નવેમ્બર 2026થી પરીક્ષા શરૂ થશે અને 9 ડિસેમ્બર 2026 સુધી ચાલશે.
ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની ધો.10-12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ, ધોરણ-10ની પરીક્ષાઓ 30 નવેમ્બરના રોજ ગણિત વિષયના પ્રશ્નપત્રથી શરૂ થશે અને 8 ડિસેમ્બરના રોજ પૂર્ણ થશે. બીજી તરફ, ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ પણ 30 નવેમ્બરથી શરૂ થઈને 9 ડિસેમ્બર સુધી બે સેશનમાં યોજાશે. જેમાં સવારના સેશનમાં સવારે 10:30થી બપોરે 1:45 અને બપોરના સેશનમાં બપોરે 3થી સાંજે 6:15 વાગ્યા સુધી પરીક્ષા લેવાશે.
ધોરણ-12માં કમ્પ્યુટર પરિચય(331) વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે. વોકેશનલ તથા અમુક વિશિષ્ટ વિષયો માટે પરીક્ષાનો સમયગાળો વિષય મુજબ અલગ-અલગ નક્કી કરવામાં આવ્યો છે. પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://www.gsebeservice.com/ પર મુકવામાં આવ્યો છે.








