Gandhinagar

નવો જોબ ચાર્ટ લાવતાં જ સરકાર મુશ્કેલીમાં: રેવન્યુ તલાટીઓએ બાંયો ચડાવી- રજાઓમાં કામ નહીં કરીએ, અન્ય વિભાગનું ભારણ હટાવો

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે 14 વર્ષ પછી રેવન્યુ તલાટીઓ માટે નવો જોબ ચાર્ટ જાહેર કરતાં વિવાદ સર્જાયો છે. રેવન્યુ તલાટીઓ પર કામનું ભારણ વધારી દેવાતા અને તલાટી કમ મંત્રીની કામગીરી પણ સોંપાતા મહેસૂલી કર્મચારી મહામંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમણે વર્ક ટુ રૂલનો અમલ કરી અન્ય વિભાગનું કામ અને રજામાં કામ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવો જોબ ચાર્ટ લાવતાં જ સરકાર મુશ્કેલીમાં: રેવન્યુ તલાટીઓએ બાંયો ચડાવી- રજાઓમાં કામ નહીં કરીએ, અન્ય વિભાગનું ભારણ હટાવો

Gujarat Revenue Talati: સરકારે 2012 પછી 14 વર્ષે રેવન્યુ તલાટીઓ અને પંચાયત તલાટીઓ(તલાટી કમ મંત્રી) માટે જુદી જુદી કામગીરી નક્કી કરીને નવા જોબ ચાર્ટ જાહેર કર્યા છે. જેમાં રેવન્યુ તલાટીઓની ફરિયાદ છે કે તેઓ પર કામગીરીનું ભારણ ખૂબ જ વધારી દેવાયું છે અને તલાટી કમ મંત્રીઓ કરવાની થતી ઘણી કામગીરી તેઓ પર થોપી દેવાઈ છે. મહેસૂલી કર્મચારી મહામંડળ હેઠળ રેવન્યુ તલાટીઓએ આ મુદ્દે ઊગ્ર વિરોધ નોંધાવ્યો છે અને વર્ક ટુ રૂલનો અમલ કરતા અન્ય વિભાગની કામગીરી ન કરવા તેમજ રજામાં હવેથી કામગીરી ન કરવા ચીમકી આપી છે.

મહેસૂલી કર્મચારી મંડળે વર્ક ટુ રૂલનો અમલ કરી અન્ય વિભાગનું કામ અને રજામાં કામ ન કરવા ચીમકી આપી

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળે સરકારને પત્ર લખીને ફરિયાદ કરી છે કે અગાઉ ત્રણ ત્રણ વખત રજૂઆત કરવા છતાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો નથી અને ઘણાં પ્રશ્નોમાં કર્મચારીઓની ઉપેક્ષા કરવામાં આવે છે. બઢતીમાં મૂળ જિલ્લાઓમાં જગ્યા ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં નિમણૂંક અપાતા ઘણાં કર્મચારીઓએ પોતાનું પ્રમોશન જતુ કરવુ પડ્યુ છે.

સરકારે તાજેતરમાં નવું જોબ ચાર્ટ તૈયાર કરીને રેવન્યુ તલાટીઓ માટે કુલ 45 કામગીરી નક્કી કરી છે. જેમાં પીએમ સ્વામિત્વ યોજનાની કામગીરી, પેઢીનામાની કામગીરી, કૃષિ રાહત પેકેજમાં ખેડુતોની અરજી-વેરિફિકેશન પ્રક્રિયાની કામગીરી, ખેત જમીન ધોવાણમાં સર્વેની કામગીરી, પાકના અહેવાલ તાલુકા કચેરીએ મોકલવા-માહિતી પત્રક જાળવણી, એગ્રીકલ્ચરલ સેન્સસની કામગીરી, જમીન મહેસૂલનો વાર્ષિક વહીવટી અહેવાલ, પાક ઉત્પાદન જમીન સુધારણા સંબંધી કામગીરી, ખેડૂત રજિસ્ટ્રેશન, વાવેતર દાખલાની કામગીરી અને અન્ય કેટલીક કામગીરી જે રેવન્યુ તલાટીઓને સોંપવામાં આવી છે.

ખરેખર આ બધી કામગીરી તલાટી કમ મંત્રીઓ- ગ્રામ સેવકોએ કરવાની છે તેવી મહેસલ તલાટીઓની રજૂઆત છે. સરકારે આ કામગીરીઓ સોંપી છે પરંતુ તેના માટે પુરતો સ્ટાફ નથી. મહામંડળની ફરિયાદ છે કે, 50 ટકાથી વધુ સ્ટાફની-પુરતા મહેકમની જરૂર છે ત્યારે પુરતી સુવિધા અને સ્ટાફ આપવામાં આવે ત્યાર પછી આ બધી કામગીરી શક્ય છે.