Gandhinagar

GMC Results LIVE | ગાંધીનગર મનપામાં વોર્ડ 5માં 2700 મતોથી ભાજપની પેનલનો ભવ્ય વિજય, વોર્ડ 1માં કોંગ્રેસ આગળ!

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગર મહાનગરપાલિકાની 11 ઓક્ટોબરે થયેલી ચૂંટણીનું પરિણામ આજે, 13 ઓક્ટોબર 2026ના રોજ જાહેર થશે. સવારે 9 વાગ્યાથી સેક્ટર 15ની કોમર્સ કોલેજમાં મતગણતરી શરૂ થઈ છે. 59% મતદાન બાદ આગામી 5 વર્ષ પાટનગરની સત્તાની કમાન કોના હાથમાં રહેશે તે નક્કી થશે. રાજકીય પક્ષો અને નાગરિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

GMC Results LIVE | ગાંધીનગર મનપામાં વોર્ડ 5માં 2700 મતોથી ભાજપની પેનલનો ભવ્ય વિજય, વોર્ડ 1માં કોંગ્રેસ આગળ!

Gandhinagar Municipal Corporation Election Results 2026 LIVE Updates | ગુજરાતની રાજધાની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મહત્ત્વપૂર્ણ પરિણામ આજે, 13 ઓક્ટોબર 2026ના રોજ જાહેર થશે. આવનારા 5 વર્ષ સુધી પાટનગરની સત્તાની કમાન કયા રાજકીય પક્ષના હાથમાં રહેશે તેનો ફેંસલો થોડા જ કલાકોમાં થઈ જશે. સેક્ટર 15 સ્થિત કોમર્સ કોલેજ પરિસરમાં આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે.

વોર્ડ નં.7માં રિકાઉન્ટિંગ બાદ ભાજપની પેનલ તૂટી, કોંગ્રેસના ઉમેદવારનો વિજય

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં રિકાઉન્ટિંગ બાદ પરિણામ બદલાયું છે. ફરી થયેલી મતગણતરીમાં ભાજપના ઉમેદવાર ભાવિક સુતરિયાની હાર થતાં ભાજપની પેનલ તૂટી છે. અહીં ભાજપના ત્રણ ઉમેદવારો સામે કોંગ્રેસના એક ઉમેદવારે વિજય મેળવ્યો છે.

વોર્ડ નં. 5 અને 7માં ભાજપની જીત

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં ભાજપે વોર્ડ નંબર 5 અને 7માં વિજય મેળવ્યો છે. વોર્ડ ૫માં ભાજપની પેનલ 2700 મતના માર્જિનથી જીતી છે, જ્યારે વોર્ડ 3માં પ્રથમ રાઉન્ડમાં ભાજપ 1000 મતે આગળ છે. અન્ય વોર્ડના પરિણામો પણ સ્પષ્ટ થઈ રહ્યા છે.

ગાંધીનગર મનપા ચૂંટણી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં વોર્ડ નંબર 5 પર ભાજપના ઉમેદવાર કનૈયા દેસાઈ વિજય થયા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 3, 4 અને 7માં પણ ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે, જ્યારે વોર્ડ નંબર 1ના EVMની મતગણતરી શરૂ કરાઈ છે.

ગત 11 ઓક્ટોબરે નોંધાયું હતું સરેરાશ 59 ટકા મતદાન

ગાંધીનગર મનપા માટે ગત 11 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદારોમાં મિશ્ર ઉત્સાહ વચ્ચે સરેરાશ 59 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

આગામી 5 વર્ષનું શાસન કોના હાથમાં? સૌની નજર

આજના પરિણામો માત્ર સ્થાનિક વોર્ડ પૂરતા સીમિત નથી, પરંતુ પાટનગરનું રાજકીય તાપમાન નક્કી કરનારા રહેશે. 59 ટકા મતદાન બાદ કયા પક્ષના સમીકરણો સફળ રહ્યા છે અને કયા વોર્ડમાં અપસેટ સર્જાય છે તે અંગે રાજકીય વર્તુળો તેમજ નાગરિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.