Gandhinagar

ગાંધીનગરને મળ્યા નવા મેયર, રૂપસિંહ ઠાકોરના શિરે મૂકાયો તાજ: અંજના મહેતા ડેપ્યુટી મેયર

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગર મનપામાં ભાજપની જીત બાદ આજે નવા પદાધિકારીઓના નામ જાહેર કરાયા છે. રૂપસિંહ ઠાકોર મેયર, અંજના મહેતા ડેપ્યુટી મેયર અને મહેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. ચૂંટણી પરિણામના 20 દિવસ બાદ આ વરણી થઈ છે. આ વખતે 5 કોંગ્રેસી સભ્યો અને 1 અપક્ષ સાથે મજબૂત વિપક્ષ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરને મળ્યા નવા મેયર, રૂપસિંહ ઠાકોરના શિરે મૂકાયો તાજ: અંજના મહેતા ડેપ્યુટી મેયર

New Mayor of Gandhinagar : ગાંધીનગર મનપામાં ભાજપે જીત મેળવ્યા બાદ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી. મેયર તરીકે રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી.

કાર્યવાહીમાં વિલંબ થતા કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો

ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં 3 નવેમ્બર, મંગળવારે જ વિવિધ હોદ્દે વરણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, પરંતુ ભાજપના સભ્યો માટે મેન્ડેટ નહીં આવતા નિર્ણયો થોડા મોડા લેવાયા હતા. મનપા કમિશનર સામે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો. છેવટે ભાજપના શહેર પ્રભારી દોઢ વાગ્યે મેન્ડેટ લઈને મનપા કચેરી પહોંચ્યા હતા, જ્યાં બેઠક બાદ વિવિધ નિર્ણયો લેવાયા હતા.

ગાંધીનગર મનપામાં ભાજપે નવી ટીમની રચના કરી

બેઠકમાં કરવામાં આવેલી વરણીમાં 29 વર્ષીય રૂપસિંહ ઠાકોરને ગાંધીનગરના મેયર તરીકે પસંદ કરાયા છે. નોંધનીય છે કે, રુપસિંહ ઠાકોર પ્રથમ વખત ચૂંટણી લડીને મનપામાં પહોંચ્યા છે. વધુમાં ડે. મેયર તરીકે અંજના મહેતા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલને જવાબદારી સોંપાઈ છે.

કોંગ્રેસે વિપક્ષની જવાબદારી કર્મજીતસિંહ વાઘેલાને સોંપી

ભાજપ દ્વારા સત્તાના મહત્ત્વના હોદ્દાઓ માટે નામોની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસે પણ વિપક્ષના નેતાની પસંદગી કરી છે. કોંગ્રેસે કર્મજીતસિંહ વાઘેલાને વિપક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપી છે.

વિપક્ષ બનશે મજબૂત

ગાંધીનગર મનપામાં વિપક્ષનો અવાજ પણ વધુ મજબૂત બનશે. ગત ટર્મમાં વિપક્ષના સભ્યો ઓછા હતા. પરંતુ આ વખતે કોંગ્રેસે 5 બેઠકો મેળવી છે અને સાથે એક અપક્ષ ઉમેદવાર પણ જોડાતા વિપક્ષ પાસે પૂરતી તાકાત રહેશે.