મનપા, જિલ્લા અને તાલુકા પંચાયતની ખાલી પડેલી 15 બેઠકો પર પેટાચૂંટણી જાહેર, જાણો સંપૂર્ણ ચૂંટણી કાર્યક્રમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Local Bodies Head to By-Polls: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાલી પડેલી કુલ 15 બેઠકો માટે પેટાચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
સત્તાવાર અખબારી યાદી મુજબ, આ પેટા ચૂંટણીઓમાં જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠક, દેવગઢ બારિયા નગરપાલિકાની 6 બેઠકો અને વિસનગર નગરપાલિકાની 1 બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આણંદ જિલ્લા પંચાયતની 1 બેઠક તેમજ હળવદ, પોશિના, સતલાસણા, હારીજ, નેત્રંગ અને ફાગવેલ તાલુકા પંચાયતોની કુલ 6 બેઠકો માટે પણ મતદાન યોજાશે.
ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક અનુસાર ચૂંટણીની મહત્ત્વની તારીખો નીચે મુજબ છે.
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: 14 જુલાઈ
ઉમેદવારી પત્રોની ચકાસણી (સ્ક્રુટિની): 15 અને 16 જુલાઈ
ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ: 16 અને 17 જુલાઈ (સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રકાર મુજબ)
મતદાનની તારીખ: 28 જુલાઈ (મંગળવાર, સવારે 7:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી)
પુનઃ મતદાન (જો જરૂર જણાય તો): 29 જુલાઈ
મતગણતરી અને પરિણામ: 30 જુલાઈ, 2026
નોંધનીય છે કે, આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 1 ઓક્ટોબર, 2026 સુધીમાં પૂર્ણ કરાશે. પેટાચૂંટણીની જાહેરાત થતાં જ સંબંધિત વિસ્તારોમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.












