Gandhinagar

ગુજરાત STના કર્મચારીઓ માટે મોટી જાહેરાત, દિવાળી પહેલા સરકારે DAમાં કર્યો 2%નો વધારો

By GS Team
15 Oct 20261 min read
TukuTouch Logo
ગુજરાત સરકારે GSRTCના લાખો કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર કરાયો છે. હવે તેમને કુલ 60 ટકા DA મળશે. આ નિર્ણયથી કર્મચારીઓના માસિક પગારમાં વધારો થશે અને એરિયર્સ પણ ચૂકવવામાં આવશે, જેનાથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત STના કર્મચારીઓ માટે મોટી જાહેરાત, દિવાળી પહેલા સરકારે DAમાં કર્યો 2%નો વધારો

Gujarat ST Employees DA Hike: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC) ના લાખો કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી. વિભાગના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા(DA)માં 2 ટકાનો સાનુકૂળ વધારો મંજૂર કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે.

મોંઘવારી ભથ્થું વધીને 60 ટકા થયું

મળતી માહિતી અનુસાર, મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા 2 ટકાના વધારા સાથે હવેથી એસ.ટી. વિભાગના કર્મચારીઓને 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી એસ.ટી. વિભાગના કર્મચારીઓના માસિક પગારમાં સારો એવો વધારો જોવા મળશે, જે મોંઘવારીના વર્તમાન સમયમાં કર્મચારીઓ માટે મોટો આર્થિક ટેકો સાબિત થશે. આ ઉપરાંત, કર્મચારીઓને વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવામાં આવશે.