ગાંધીનગર સચિવાલયના બ્લોક 9ના બેઝમેન્ટમાં અચાનક આગ ભભૂકી, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fire Incident In Gandhinagar: ગાંધીનગર સ્થિત સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં આજે (10મી ઓગસ્ટ) અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બેઝમેન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને ઘટનાસ્થળે હાજર કર્મચારીઓ અને અધિકારીઓમાં ક્ષણભર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક સુરક્ષાકર્મીઓની ત્વરિત કામગીરીને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને સમયસર આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. પ્રાથમિક તપાસમાં વાયરિંગ અથવા ઈલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
કોઈ જાનહાનિ નહીં, વધુ તપાસ શરૂ
ફાયર વિભાગની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે આગ અન્ય ભાગોમાં પ્રસરે તે પહેલાં જ ઠારી દેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. બેઝમેન્ટમાં રહેલા વાયરિંગ તથા અન્ય સામગ્રીને કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે તે અંગે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









