Gandhinagar

દહેગામમાં 'ખેડૂત ગ્રાહક બજાર' ઊભું કરાતા વચેટીયાઓની નફાખોરી ખુલ્લી પડી, 14 ટન શાકભાજી અડધા ભાવે વેચાયા

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
દહેગામ APMC દ્વારા અમદાવાદ રોડ પર 'ખેડૂત ગ્રાહક બજાર' શરૂ કરાયું છે. અહીં ખેડૂતો સીધા જ તાજા શાકભાજી ગ્રાહકોને અડધા ભાવે વેચતા હોવાથી વચેટિયાઓનો ખેલ ખતમ થયો છે. માત્ર 2 દિવસમાં 14 ટન શાકભાજીનું વેચાણ થયું, જેનાથી ગ્રાહકોને લાખોની બચત થઈ છે. આ સફળ મોડેલ હવે ગાંધીનગરમાં પણ શરૂ કરવાની માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દહેગામમાં 'ખેડૂત ગ્રાહક બજાર' ઊભું કરાતા  વચેટીયાઓની નફાખોરી ખુલ્લી પડી, 14 ટન શાકભાજી અડધા ભાવે વેચાયા

Dahegam APMC Farmers Market: દહેગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા નગરજનો અને ખેડૂતોના વ્યાપક હિતમાં એક અનોખી અને નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. એપીએમસી દ્વારા અમદાવાદ રોડ પર, ઔડા તળાવ બહાર 'ખેડૂત ગ્રાહક બજાર' શરૂ કરવામાં આવ્યું છે, જેણે વચેટિયાઓની નફાખોરીના ખેલનો પર્દાફાશ કરી દીધો છે. ખેડૂતો દ્વારા લવાતી શાકભાજી અહીં સીધી જ ગ્રાહકો સુધી પહોંચી રહી હોવાથી અન્ય બજારોની સરખામણીએ અડધાથી પણ ઓછા ભાવે લોકોને એકદમ તાજા શાકભાજી મળી રહ્યા છે.

તાજા-સસ્તા શાકભાજીથી ગ્રાહકોને લાખોની બચત, ગાંધીનગરમાં પણ આવા બજારો શરૂ કરવા માંગ

આ અનોખા મોડેલને દહેગામવાસીઓ તરફથી અભૂતપૂર્વ અને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. આ બજારથી એક તરફ ખેડૂતોની આવકમાં વધારો થયો છે, તો બીજી તરફ ગ્રાહકોને લાખો રૂપિયાની સીધી બચત થઈ રહી છે. ગૃહિણીઓ અને સામાન્ય ગ્રાહકો આ સુવિધા કાયમી ધોરણે ચાલુ રાખવાની માંગ કરી રહ્યા છે.

દહેગામની આ આશ્ચર્યજનક સફળતા બાદ હવે ગાંધીનગરના સેક્ટર-21 અથવા નવા સેક્ટરોમાં પણ આલમપુર એપીએમસી દ્વારા આવું જ ઓપન બજાર શરૂ કરવાની માંગ વ્યાપક બની છે, જેથી અન્ય શહેરોના નાગરિકો પણ લૂંટાતા બચે. સરકાર, સ્થાનિક તંત્ર કે પંચાયતે પણ આ મોડેલમાં રસ દાખવીને સામાન્ય ગ્રાહકોને વાજબી ભાવે તાજા શાકભાજી મળે તેવા પ્રયાસો કરવા જોઈએ.

ખેડૂતો અને ગ્રાહકોને બેવડો ફાયદો, નગરપાલિકાને પણ ભાડાની આવક

દહેગામ બજાર સમિતિએ આ ખેડૂત ગ્રાહક બજાર ઊભું કરવા માટે દહેગામ નગરપાલિકા પાસેથી 3 મહિના માટે ભાડાપટ્ટે જગ્યા મેળવી છે, જે માટે એપીએમસી દ્વારા નગરપાલિકાને દર મહિને 40 હજાર રૂપિયા ભાડું ચૂકવવામાં આવે છે. આનાથી નગરપાલિકાને નિશ્ચિત આવક થઈ રહી છે, જ્યારે ખેડૂતો અને ગ્રાહકોને એક જ મંચ પર લાવીને સમિતિએ વચેટિયા વગરનું પારદર્શક બજાર ઊભું કર્યું છે. જેનાથી ગ્રાહકોની આર્થિક બચત થવાની સાથે ખેડૂતોને સીધા ગ્રાહકો મળતા તેમનું શોષણ અટકી રહ્યું છે અને પાકના સારા ભાવ મળી રહ્યા છે.

માત્ર 2 દિવસમાં 14 ટન શાકભાજીનું વેચાણ, સવારથી જ ખરીદી માટે પડાપડી

આ ઓપન બજારમાં પ્રથમ દિવસે જ 4 હજાર કિલો અને બીજા દિવસે સાંજે 5 વાગ્યા સુધીમાં 10 હજાર કિલોથી વધુ શાકભાજી વેચાઈ ગયું હતું. આમ, માત્ર બે જ દિવસમાં 14 હજાર કિલો (14 ટન) શાકભાજી વેચીને નવો રેકોર્ડ સર્જાયો છે. મોંઘવારીના જમાનામાં અત્યંત સસ્તા અને તાજા શાકભાજી મળતા હોવાથી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં આ બજાર ભારે ચર્ચાનો વિષય બન્યું છે. ગ્રાહકોની ભારે પડાપડીને કારણે આજે સાંજે 5 વાગે જ સ્ટોક ખૂટી પડ્યો હતો, જેના કારણે સતત બે દિવસથી દહેગામ એપીએમસી ઉપરાંત આલમપુર ખાતેથી પણ વધારાનો સ્ટોક મંગાવવો પડ્યો હતો.

અન્ય શહેરો અને ગાંધીનગર માર્કેટના ભાવોની સરખામણીએ જમીન-આસમાનનો તફાવત

20260909-270161-1788892259.jpeg