યામી ગૌતમ અને આદિત્ય ધર હિમાચલ શિફ્ટ થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : બોલીવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્માતા આદિત્ય ધરે મુંબઈની ઝાકઝમાળથી દૂર રહીને હિમાચલ પ્રદેશને પોતાનું કાયમી નિવાસ સ્થાન બનાવ્યું છે. અંગત જીવનને હંમેશા લાઈમલાઈટથી દૂર રાખનાર આ દંપતી હવે કામ અર્થે જ મુંબઈ આવશે. શાંત અને કુદરતી વાતાવરણમાં રહેવાનો તેમનો આ નિર્ણય સાદગીભરી જીવનશૈલી દર્શાવે છે.
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ગોહરમાં પચ્ચીસ એકરમાં ફેલાયેલું આ સો વર્ષ જૂનુ હેરિટેજ ઘર યામી માટે ખૂબ જ ખાસ છે. તેમના બાળપણની યાદો સાથે જોડાયેલી આ પ્રોપર્ટી પર લાકડા અને પથ્થરથી બનેલું મકાન છે, જ્યાં સફરજન, પ્લમ અને આદુની ખેતી થાય છે. જૂન ૨૦૨૧માં તેમના લગ્ન પણ અહીં જ થયા હતા. અગાઉ મુંબઈના ખાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા આ દંપતીએ પોતાના પહાડી ઘરને વધુ પડતુ આધુનિક બનાવવાની બદલે પરંપરાગત રાખ્યું છે.
તાજેતરમાં ફિલ્મ 'આર્ટિકલ ૩૭૦' માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર આ જોડી પોતાની ફિલ્મો, શૂટિંગ અને જાહેર કાર્યક્રમો સિવાયનો સમય મોટાભાગે આ હરિયાળા અને શાંત વાતાવરણ વચ્ચે વિતાવવાનું પસંદ કરે છે.




