'હેરા ફેરી 3' ફિલ્મની કોન્ટ્રવર્સી અંગે અક્ષય કુમાર જુઠ્ઠુ બોલ્યો? પરેશ રાવલના ખાસ વ્યક્તિનો ખુલાસો
Hera Pheri 3 controversy: પરેશ રાવલે ફિલ્મ હેરા ફેરી 3માં કામ કરવાનો ઈનકાર કરી દીધો છે. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, પરેશ રાવલે ફિલ્મના પ્રોમોનું શૂટિંગ કર્યું અને પછી કામ કરવાનો ઈનકાર કરી દીધો. આવી સ્થિતિમાં અક્ષય કુમારે પરેશ રાવલ પર 25 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે. બીજી તરફ હવે પરેશ રાવલના એક ખાસ વ્યક્તિએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
પરેશ રાવલે હેરા ફેરી 3નું શૂટિંગ નથી કર્યું
આ સમગ્ર મામલે પરેશ રાવલના ખાસ વ્યક્તિએ જણાવ્યું કે, 'પરેશ રાવલ જેવા દિગ્ગજ અભિનેતા, જેમની ચાર દાયકાથી વધુની અદ્ભુત કારકિર્દી રહી છે, તેમને 'બેજવાબદાર' કહેવું માત્ર ખોટું જ નહીં પણ રમુજ પણ છે. સત્ય એ છે કે ફિલ્મનું મુખ્ય શૂટિંગ હજુ શરૂ જ નથી થયું, અત્યાર સુધી તો માત્ર એક પ્રોમો શૂટ કરવામાં આવ્યો હતો. અસલી શૂટિંગ તો આવતા વર્ષે થવાનું હતું. આવી સ્થિતિમાં તેમણે ફિલ્મ છોડી દીધી છે એવો દાવો સંપૂર્ણપણે ખોટો છે. પરેશ રાવલ આ ફિલ્મથી ઘણો સમય પહેલા જ અલગ થઈ ગયા હતા, ત્યાં સુધી તો ન લાઇટ લાગી હતી, ન તો કેમેરા રોલ થયા હતા અને ન તો શૂટિંગ શરૂ થયું હતું. તેમણે પોતાની કારકિર્દીમાં દરેક પાત્રને ગંભીરતાથી ભજવીને બનાવ્યું છે. તેમની આ ફિલ્મી સફર કોઈ અફવાઓ કે સસ્તી હેડલાઇન્સ પર નહીં, પરંતુ પ્રામાણિકતા, શિસ્ત અને ઉત્તમ અભિનયના પર આધાર પર રહી છે. તેને આવા વિવાદોમાં પડવાની ન તો કોઈ જરૂર છે અને ન તો તેનાથી તેમને કોઈ ફરક પડે છે.'
આ પણ વાંચો: Mukul Dev Passed Away: જાણીતા અભિનેતા મુકુલ દેવનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી આઘાતમાં
આ પહેલા એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, 'હેરા ફેરી 3' માટે પરેશે આ ફિલ્મ સાઈન કરીને સાઈનિંગ અમાઉન્ટ પણ લઈ લીધું હતું, પરંતુ ત્યારબાદ તેણે મેકર્સ પાસેથી વધુ ફી માગી, જ્યારે મેકર્સે તેની આ ડિમાન્ડ પૂરી ન કરી, તો તેણે ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો.
આ પણ વાંચો: ખબર નહીં શું થયું પણ પરેશ રાવલ આવા નથી...: હેરા-ફેરી 3 મુદ્દે સુનિલ શેટ્ટીનું નિવેદન