ખબર નહીં શું થયું પણ પરેશ રાવલ આવા નથી...: હેરા-ફેરી 3 મુદ્દે સુનિલ શેટ્ટીનું નિવેદન
Hera Pheri 3: સુનિલ શેટ્ટીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, 'મેં પરેશ રાવલને ફોન કરીને 'હેરા ફેરી 3' છોડવાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો.' સુનિલ શેટ્ટીએ પોતાની સાથે પરેશ રાવલે શું ચર્ચા કરી તે પણ જણાવ્યું એટલું જ નહી, તેમણે એ પણ ખુલાસો કર્યો કે પરેશ રાવલ સામસામે બેસીને આ સમગ્ર ઘટના વિશે વાત કરવા માંગે છે.
પરેશ રાવલે સુનિલ શેટ્ટીને શું કહ્યું?
હેરા-ફેરી 3 મુદ્દે વાત કરતા સુનિલ શેટ્ટીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું, 'મને પણ તમારા જેટલો જ આઘાત લાગ્યો છે. હું વાત કરી શક્યો નહી. મેં પરેશજી સાથે માત્ર એક સેકન્ડ માટે વાત કરી. તેમણે કહ્યું કે મળીને વાત કરીશું, પણ અમે હજુ સુધી મળી શક્યા નથી.'
હેરા-ફેરી માત્ર ફિલ્મ જ નથી પણ એક લાગણી છે: સુનિલ શેટ્ટી
સુનિલ શેટ્ટીએ વધુમાં કહ્યું કે, 'તેમણે હંમેશા 'વેલકમ', 'આવારા પાગલ દીવાના' અને 'હેરા ફેરી' જેવી ફિલ્મોની સિક્વલ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મેં વિચાર્યું હતું કે જ્યાં સુધી 'કેસરી વીર' જેવી સ્ટોરી નહી આવે ત્યાં સુધી હું ફક્ત આ ફ્રેન્ચાઇઝીનો ભાગ રહીશ, પરંતુ હવે જે બન્યું છે તે ખરેખર દિલ તૂટી જાય તેવું છે.'
એવામાં હવે એ જોવાનું રહ્યું કે પરેશ રાવલ અને સુનિલ શેટ્ટીની મુલાકાતમાં કોઈ સમાધાન થાય છે કે નહી . તેમજ બાબુરાવ ફરી એકવાર પોતાના જુના સાથીઓ સાથે સિલ્વર સ્ક્રિન પે વાપસી કરશે કે નહી .
ચાહકોને સુનિલ શેટ્ટી પાસેથી અપેક્ષાઓ છે
હવે ચાહકો પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી વચ્ચેની મુલાકાત કોઈ ઉકેલ લાવશે કે નહી અને શું 'બાબુરાવ' ફરી એકવાર તેના જૂના સાથીઓ સાથે રૂપેરી પડદે પરત ફરશે કે નહી તેના પર નજર રાખી રહ્યા છે.