Entertainment

અમે ફેમસ થઈએ તો તમને શું વાંધો છે?, કોમલ રાની સાથે લાલબાગ જવાના વિવાદ પર ગોવિંદાનો જવાબ

By GS Team
26 Sep 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેતા ગોવિંદા લાલબાગચા રાજાના દર્શને કથિત ગર્લફ્રેન્ડ કોમલ રાની સાથે જતાં વિવાદમાં સપડાયા હતા. તેમણે સ્પષ્ટતા કરી કે, તેઓ આગામી ફિલ્મ 'રૂપા'ની સફળતા માટે પ્રાર્થના કરવા ગયા હતા. ગોવિંદાએ જણાવ્યું કે, કરિશ્મા કપૂર અને રવીના ટંડન સાથે પણ તેઓ પહેલાં દર્શને જઈ ચૂક્યા છે. તેમની પત્ની સુનીતા આહુજાએ પણ કટાક્ષ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમે ફેમસ થઈએ તો તમને શું વાંધો છે?, કોમલ રાની સાથે લાલબાગ જવાના વિવાદ પર ગોવિંદાનો જવાબ

Govinda Defends Visiting Lalbaugcha Raja: બોલિવૂડ એક્ટર ગોવિંદા આજકાલ પોતાની પર્સનલ લાઇફને લઈને ભારે ચર્ચામાં છે. મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાના પંડાલમાં પોતાની કથિત ગર્લફ્રેન્ડ કોમલ રાની સ્વર્ણકાર સાથે બાપ્પાના દર્શને પહોંચ્યા બાદ તેને સોશિયલ મીડિયા પર લોકોની આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે આ સમગ્ર વિવાદ અને ટ્રોલિંગ પર ગોવિંદાએ પોતાનું મૌન તોડતાં આકરો પલટવાર કર્યો છે.

કોમલ રાની સાથે લાલબાગચા રાજા કેમ ગયા હતા?

તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ પોતાના જવા પર વાંધો ઉઠાવનારા લોકોને આડે હાથ લીધા હતા. તેણે સ્પષ્ટતા કરી કે તે ત્યાં માત્ર પોતાની આગામી ફિલ્મ 'રૂપા'ની સફળતા અને આશીર્વાદ લેવા માટે ગયો હતો, જેમાં કોમલ તેની સાથે કામ કરી રહી છે. ગોવિંદાએ દલીલ કરી હતી કે પોતાની કો-સ્ટાર સાથે કોઈ ધાર્મિક સ્થળે દર્શન કરવા જવું એ તેના માટે કોઈ નવી વાત નથી; આ પહેલાં તે પોતાની સુપરહિટ ફિલ્મો વખતે કરિશ્મા કપૂર અને રવીના ટંડન સાથે પણ બાપ્પાના દર્શને જઈ ચૂક્યા છે.

ગોવિંદાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું:

"લોકો એવી રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે જાણે ખબર નહીં શું થઈ ગયું હોય… હું મારી ફિલ્મ 'રૂપા' માટે પ્રાર્થના કરવા ગયો હતો. આ પહેલાં હું કરિશ્મા સાથે ગયો હતો, તે મારા માટે ગુડ લક સાબિત થયું હતું અને ફિલ્મો હિટ રહી હતી. રવીના સાથે પણ ગયો હતો ત્યારે પણ ફિલ્મ હિટ ગઈ હતી. આ વખતે હું રાની સાથે ગયો છું. ખબર નહીં લોકોને શું તકલીફ છે? અમે મશહૂર થઈ રહ્યા છીએ તો તમને શું પરેશાની છે?"

પત્ની સુનીતા આહુજાએ કટાક્ષ કરતાં લગાવ્યા આક્ષેપ

કોમલ રાની સાથે ગોવિંદાના લાલબાગચા રાજાના દર્શન બાદ તેની પત્ની સુનીતા આહુજાએ પણ તીખો કટાક્ષ કર્યો હતો. સુનીતાએ પોતાના પાલતુ શ્વાન સાથે પેપરાઝી સમક્ષ વાત કરતાં કહ્યું હતું કે,

"માણસોને ગમે તેટલો પ્રેમ આપો તો પણ કોઈ ફાયદો નથી, તેઓ દગો જ આપે છે. પાલતુ પ્રાણીઓને પ્રેમ કરો તો તેઓ હંમેશાં વળગેલા રહે છે. માણસો કરતાં તો પ્રાણીઓ વધુ સારા હોય છે."

રિયાલિટી શો અંગે શું કહ્યું?

રિયાલિટી શોમાં ભાગ લેવાની ચર્ચાઓ પર ગોવિંદાએ જણાવ્યું કે,

"હજુ સુધી કંઈ જ નક્કી નથી થયું. માત્ર વાતચીત ચાલી રહી છે. ભવિષ્યમાં હું કદાચ કોઈ શો કરી શકું છું, પરંતુ અત્યારે કંઈ કન્ફર્મ નથી. હું વધુ રિયાલિટી શો જોતો નથી, જો કંઈ રસપ્રદ જણાશે તો વિચારીશ."

ગોવિંદા અને સુનીતા વચ્ચે અણબનાવની અફવાઓ

ગોવિંદા અને સુનીતા આહુજાના લગ્ન 11 માર્ચ 1987ના રોજ થયા હતા. શરૂઆતના અભિનય કરિયરને બચાવવા માટે તેમણે 4 વર્ષ સુધી પોતાના લગ્નની વાત ગુપ્ત રાખી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી બંને અલગ-અલગ રહેતા હોવાની તેમજ ગોવિંદા અને કોમલ રાની વચ્ચે અફેર હોવાની અફવાઓ જોર પકડી રહી છે. ગોવિંદાએ પર્સનલ અફવાઓ પર કોઈ સીધી પ્રતિક્રિયા આપવાને બદલે માત્ર પોતાની અપકમિંગ ફિલ્મ 'રૂપા' પર જ ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે.