વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ સગાઈ કરી લીધાની વાતો ઉડી, લગ્ન 2026માં કરે તેવી ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vijay Devarakonda and Rashmika Mandana Engagement: પુષ્પા 2 અને સિકંદર જેવી ફિલ્મો બાદ બોલિવૂડમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી ચુકેલી એક્ટ્રેસ રશ્મિકા મંદાનાની સગાઈની ખબરો સામે આવી રહી છે. જી હાં, કથિત રીતે એક્ટ્રેસે ફેમિલી અને ખાસ મિત્રોની હાજરીમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે સગાઈ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, કપલના લગ્ન 2026ની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં થશે. તેમણે પોતાના લગ્ન અને સગાઈની હજુ સુધી જાહેરાત નથી કરી.
આ પણ વાંચોઃ શાહરુખ ખાનના કરિયરની સૌથી ફ્લોપ ફિલ્મ, ફક્ત 57 લાખ રૂપિયાની જ કમાણી કરી હતી

ફેન્સે પાઠવી શુભકામના
રશ્મિકા મંદાનાની તાજેતરની એક પોસ્ટ ખૂબ વાઈરલ થઈ હતી, જેમાં એક્ટ્રેસ સાડીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. વળી, અમુક લોકોનું માનવું હતું કે, આ કપલની સગાઈના આઉટફીટની તસવીર છે. પોસ્ટમાં એક્ટ્રેસ ટ્રેડિશનલ લુકમાં છે અને માથા પર તિલક લગાવેલું છે. આ પોસ્ટ દ્વારા તેણે ફેન્સને દશેરાની શુભકામના પાઠવી હતી.

રશ્મિકાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
એક્ટ્રેસે પોસ્ટમાં લખ્યું હતું, 'દશેરાની શુભકામના માય Loves. આ વર્ષે તમે બધાએ થામાના ટ્રેલર અને અમારા ગીત પર જે પ્રેમ વરસાવ્યો તેના માટે હું આભારી છું. તમારા મેસેજ, ઉત્સાહ, નિરંતર સમર્થન... તમે મારી દરેક ક્ષણને મોટી અને ખુશનુમા બનાવી દો છે. હું પ્રમોશન દરમિયાન તમને મળવા ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહી છું.'
આ પણ વાંચોઃ ઓનલાઈન ગેમિંગ દરમિયાન મારી દીકરી પાસે ન્યૂડ ફોટોઝ મંગાવ્યા', અક્ષય કુમારે વર્ણવી વ્યથા
સગાઈ અને લગ્નની ખબર વચ્ચે રશ્મિકા કે વિજય દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને ન તો પોતાના રિલેશનશિપને સત્તાવાર રીતે જાહેર કર્યું છે. જોકે, સોશિયલ મીડિયા પર તેમના સાથે વેકેશનની તસવીરો પર ફેન્સ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. વળી, હવે સગાઈ અને લગ્નની ખબર વચ્ચે ફેન્સ તેમને શુભકામના પાઠવતા જોવા મળી રહ્યા છે.









