Entertainment

શાહરુખ ખાનના કરિયરની સૌથી ફ્લોપ ફિલ્મ, ફક્ત 57 લાખ રૂપિયાની જ કમાણી કરી હતી

By GS TEAM
3 Oct 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન ઇન્ડસ્ટ્રીના એવા સ્થાન પર છે, જયા પહોંચવા ઘણા એક્ટરોનું સપનું હોય છે. શાહરૂખે તેના કારકિર્દીમાં ઘણી હીટ ફિલ્મો આપી છે અને પરંતુ તેની અમુક ફિલ્મો એવી પણ છે જે ભયંકર રીતે ફ્લોપ થઈ છે. જ્યારે તેની ફ્લોપ ફિલ્મોની ચર્ચા થતી હોય છે ત્યારે સૌથી પહેલું નામ વર્ષ 2018માં રિલીઝ થયેલી કૅટરિના કૈફ અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ 'ઝીરો'નું નામ સામે આવે છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાનની કારકિર્દીમાં એક એવી પણ ફિલ્મ છે જે ફિલ્મ 'ઝીરો' કરતાં પણ વધારે ફ્લોપ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

શાહરુખ ખાનના કરિયરની સૌથી ફ્લોપ ફિલ્મ, ફક્ત 57 લાખ રૂપિયાની જ કમાણી કરી હતી

Image Source: IANS 

Shah Rukh Khan's biggest flop film: બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા સ્થાન પર છે, જ્યાં પહોંચવું એ ઘણા એક્ટર્સનું સપનું હોય છે. શાહરૂ ખખાનને હાલમાં જ નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો, જેમાં તેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ રાષ્ટ્રપતિએ એનાયત કર્યો હતો. શાહરૂખે તેના કારકિર્દીમાં ઘણી હીટ ફિલ્મો આપી છે અને પરંતુ તેની અમુક ફિલ્મો એવી પણ છે જે ભયંકર રીતે ફ્લોપ થઈ છે. જ્યારે તેની ફ્લોપ ફિલ્મોની ચર્ચા થતી હોય છે ત્યારે સૌથી પહેલું નામ વર્ષ 2018માં રિલીઝ થયેલી કૅટરિના કૈફ અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ 'ઝીરો'નું નામ સામે આવે છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાનની કારકિર્દીમાં એક એવી પણ ફિલ્મ છે જે ફિલ્મ 'ઝીરો' કરતાં પણ વધારે ફ્લોપ હતી.

શાહરૂખ ખાનનો સુવર્ણ કાળ

ફિલ્મ 'દીવાના'થી લઈને 'દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે', 'રાજૂ બન ગયા જેન્ટલમેન', 'દિલ તો પાગલ હૈ', 'વીર ઝારા' જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર શાહરૂખનો વર્ષ 1993થી લઈને 2005 સુધી ગોલ્ડન પીરિયડ રહ્યો છે. શાહરૂખે પોતાની ફિલ્મો દ્વારા દર્શકોનું દિલ જીતી લીધું છે. સતત હીટ ફિલ્મો વચ્ચે શાહરૂખની કારકિર્દીમાં એક એવો પણ સમય આવ્યો હતો, જ્યારે તેની ફિલ્મ બૉક્સ ઑફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. 

શાહરૂખની સુપર ફ્લોપ ફિલ્મ 

અભિનેતાની ફ્લોપ ફિલ્મની વાત કરીએ તો લોકોના મનમાં વર્ષ 2018ની ફિલ્મ 'ઝીરો'નું નામ સામે આવશે પરંતુ તેની કારકિર્દીની સૌથી ફ્લોપ ફિલ્મનું નામ છે 'યે લમ્હે જુદાઇ કે' છે. શાહરૂખની આ ફિલ્મની શૂટિંગ કોઇ કારણસર અટકી ગઈ હતી 

'યે લમ્હે જુદાઈ કે'

બોક્સ ઓફિસ પર ફ્લોપ ગયેલી આ ફિલ્મનું નામ 'યે લમ્હે જુદાઈ કે' છે. શાહરૂખ ખાનની આ ફિલ્મ શરૂઆતમાં કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવી હતી અને નિર્માતાઓએ 2004માં તેના પર કામ ફરી શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ સાથે અભિનેત્રી રવિના ટંડન અને રશ્મિ દેસાઇ પણ હતી, પણ આ ફિલ્મના મેકર્સે ફિલ્મની મૂળ વાર્તાને રશ્મિના બોલ્ડ દ્રશ્યો અને વિચિત્ર વાર્તા સાથે ભેળવી દીધી, જેના કારણે શાહરૂખ અને રવિનાએ ફિલ્મનું ડબિંગ અને પ્રમોશન કરવાની ચોખ્ખી ના પાડી. પણ આ ફિલ્મ 9 એપ્રિલ 2004માં ફાઇનલી થિયેટરમાં રિલીઝ થઈ હતી. એ જ વર્ષે શાહરૂખની ફિલ્મ 'વીર ઝારા' પણ આવી હતી. તેની અસર 'યે લમ્હે જુદાઈ કે' પર પડી હતી. 

બોક્સ ઓફિસ બિઝનેસ

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર રૂ.57 લાખથી ઓપનિંગ કરી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં માત્ર ₹1 કરોડની કમાણી કરી, જે શાહરૂખ ખાનના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ બની. વધુમાં, તેને IMDb પર 10 માંથી 3.1 રેટિંગ મળ્યું.