Entertainment

VIDEO : અક્ષય કુમાર 'વિલન' ના રોલમાં છવાયો, હેવાન ફિલ્મનો દમદાર ટ્રેલર તમે જોયું

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની 'હેવાન' ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં ચાહકોમાં ઉત્સાહ છવાયો છે. 17 વર્ષ પછી આ લોકપ્રિય જોડી ફરી પડદા પર જોવા મળશે. અક્ષય કુમાર પહેલીવાર સાયકોપાથ વિલન બન્યો છે, જ્યારે સૈફ અલી ખાન દ્રષ્ટિહીન લિફ્ટમેનનો રોલ ભજવે છે. 2 મિનિટ 34 સેકન્ડનું આ ટ્રેલર સસ્પેન્સ અને ક્રાઇમથી ભરપૂર છે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : અક્ષય કુમાર 'વિલન' ના રોલમાં છવાયો, હેવાન ફિલ્મનો દમદાર ટ્રેલર તમે જોયું

Haiwaan Movie Trailer Reaction : અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'હેવાન' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેની સાથે જ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. 2 મિનિટ 34 સેકન્ડના આ ટ્રેલરમાં સસ્પેન્સ અને ક્રાઇમથી ભરેલી રહસ્યમય વાર્તાની ઝલક જોવા મળે છે. ફિલ્મમાં અક્ષય કુમાર પહેલીવાર એક અત્યંત ખતરનાક અને સાયકોપાથ વિલનની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે સૈફ અલી ખાન એક દ્રષ્ટિહીન લિફ્ટમેન અને સિંગલ ફાધરનો રોલમાં જોવા મળશે. સૈફ આ ફિલ્મમાં માર્શલ આર્ટ્સમાં નિષ્ણાત દર્શાવવામાં આવ્યો છે. અકસ્માતે એક મર્ડરના સાક્ષી બન્યા બાદ સૈફ પર જ કાયદાકીય સકંજો કસાય છે. જોકે, સૈફની તીવ્ર સાંભળવાની અને અવાજ ઓળખવાની ખાસ ક્ષમતા તેને હત્યારા સુધી પહોંચવામાં મદદ કરે છે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે.

17 વર્ષ પછી પડદા પર પાછી ફરી અક્ષય-સૈફની જોડી

'હેવાન' ફિલ્મની સૌથી ખાસ બાબત અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની જોડીનું પુનરાગમન છે. બોલિવૂડની આ લોકપ્રિય જોડી આશરે 17 વર્ષ પછી ફરી એકવાર મોટા પડદા પર એકસાથે જોવા મળશે. આ અગાઉ બંને વર્ષ 2008માં રિલીઝ થયેલી ફિલ્મ 'તશન' માં સાથે નજરે પડ્યા હતા. 1990ના દાયકામાં આ જોડીએ 'મૈં ખિલાડી તૂ અનાડી' (1994), 'યે દિલ્લગી' (1994), 'તૂ ચોર મૈં સિપાહી' (1996) અને 'કીમત' (1998) જેવી યાદગાર ફિલ્મો આપી હતી. ફિલ્મમાં અક્ષય કુમારની સાયકોપેથ વિલન તરીકેની એન્ટ્રીથી ફેન્સ ખૂબ રોમાંચિત છે અને સોશિયલ મીડિયા પર આ ટ્રેલરને લઈને લોકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

મલયાલમ ફિલ્મ 'ઓપ્પમ' ની ઓફિશિયલ હિન્દી રિમેક

અક્ષય અને સૈફ ઉપરાંત આ ફિલ્મમાં બોમન ઈરાની, સૈયામી ખેર, શ્રિયા પિલગાંવકર, શરીબ હાશ્મી અને રાજપાલ યાદવ જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. 'હેવાન' વર્ષ 2016માં રિલીઝ થયેલી હિટ મલયાલમ ફિલ્મ 'ઓપ્પમ' ની ઓફિશિયલ હિન્દી રિમેક છે. આ થ્રિલર ફિલ્મનું નિર્દેશન વેંકટ કે નારાયણ અને શૈલજા દેસાઈ ફેને સાથે મળીને કર્યું છે. લાંબા સમય પછી પ્યોર નેગેટિવ રોલમાં અક્ષય કુમારની દમદાર એક્ટિંગ અને સૈફ અલી ખાન સાથેનો તેમનો આમને-સામનેનો ટકરાવ બોક્સ ઓફિસ પર મોટો ધમાકો કરશે તેવી દર્શકોને પૂરી આશા છે.