Entertainment
3 ઇડિયટની સીકવલ માટે વિક્કી કૌશલનું નામ ચર્ચામાં
By GS Team
6 May 20261 min read

- સીકવલમાં ત્રણને બદલે ચાર હિરો હશે
- જોકે, વિક્કી આગામી દોઢ વર્ષ મહાવતારનાં શૂટિંગમાં વ્યસ્ત રહેવાનો છે
મુંબઈ : 'થ્રી ઇડિયટસ'ની સીકવલ માટે વિક્કી કૌશલનો સંપર્ક સાધવામાં આવ્યો હોવાની ચર્ચા છે. આમ આ સીકવલમાં વાસ્તવમાં ત્રણને બદલે ચાર હિરો હોઈ શકે છે.
૨૦૦૯માં રીલિઝ થયેલી મૂળ ફિલ્મમાં આમિર ખાન સાથે માધવન તથા શર્મન જોશીએ ભૂમિકાઓ ભજવી હતી.
જોકે, વિક્કીએ ફાઈનલ સંમતિ આપી દીધી છે કે કેમ તે હજુ અસ્પષ્ટ છે. તાજેતરના અહેવાલો અનુસાર વિક્કી પોતાનાં આગામી દોઢ વર્ષની સળંગ તારીખો 'મહાવતાર' ફિલ્મ માટે આપી ચૂક્યો છે. તે માટે તેણે પોતાનો લૂક્સ પણ બદલ્યો છે. આ સંજોગોમાં તે આ રોલ સ્વીકારશે કે કેમ તે વિશે મતમતાંતર છે.









