Entertainment

વૈદાંગ અને શર્વરી નવી ફિલ્મની શરુઆત નિમિત્તે સુવર્ણમંદિરનાં દર્શને

By GS TEAM
11 Oct 20251 min read
વૈદાંગ અને શર્વરી  નવી ફિલ્મની શરુઆત નિમિત્તે સુવર્ણમંદિરનાં દર્શને

- ઈમ્તીયાઝ અલી ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે

- ફિલ્મમાં દિલજીત દોસાંજ ઉપરાંત નસીરુદ્દિન શાહ પણ સહ કલાકારો હશે

મુંબઇ : વેદાંગ રૈના તથા શર્વરી સાથે એક ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. આ નવી ફિલ્મની શરુઆત ટાણે બંને અમૃતસરમાં સુવર્ણ મંદિરનાં દર્શને પહોંચ્યાં હતાં. 

વેદાંગે આ મુલાકાતની તસવીરો  સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઈમ્તિયાઝ અલી આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે. 

એ અર્થમાં વૈદાંગ અને શર્વરી બંનેની કારકિર્દી માટે આ ફિલ્મ  બહુ મહત્વની છે. ફિલ્મમાં દિલજીત દોસાંજ તથા નસીરુદ્દિન શાહ પણ તેમના સહકલાકારો છે. 

વૈદાંગ રૈના ઓટીટી પર રજૂ થયેલી 'આર્ચીઝ' ફિલ્મ બાદ બોલીવૂડમાં સફળતા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

 બીજી તરફ શર્વરીને ટોચનાં બેનરોની એક પછી એક ફિલ્મો મળી રહી છે.