Entertainment

સતત ફલોપ વરુણ ધવનને નવી હોરર ફિલ્મ મળી

By GS Team
8 Aug 20261 min read
TukuTouch Logo
યશરાજ ફિલ્મ્સ હવે હોરર જોનરમાં ઝંપલાવશે. 'આલ્ફા' જેવી ફિલ્મો ફ્લોપ જતાં, આદિત્ય ચોપરાએ હોરર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. 'રોકેટ બોય' સીરિઝ ફેમ અભય પન્નુ આ ફિલ્મનું લેખન અને નિર્દેશન કરશે. વરુણ ધવન અભિનીત આ યશરાજ ફિલ્મ્સની પહેલી હોરર ફિલ્મ 2027માં રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સતત ફલોપ વરુણ ધવનને નવી  હોરર ફિલ્મ મળી
  • રોકેટ બોય સીરિઝ ફેમ અભય પન્નુ નિર્દેશન કરશે
  • આલ્ફા જેવી ફિલ્મો ફલોપ જતાં યશરાજ ફિલ્મ્સ પણ હવે હારીથાકીને હોરર જોનરને શરણે

મુંબઈ : બોલિવુડમાં હોરર ફિલ્મો પાછળ દોટમાં હવે યશરાજ ફિલ્મ્સ જેવું ટોચનું બેનર પણ સામેલ થઈ ગયું છે. પાછલાં વર્ષોમાં 'સૈયારા'ને બાદ કરતાં કોઈ ખાસ મોટી સફળતા નહીં મેળવી શકનારા આદિત્ય ચોપરાએ 'આલ્ફા' જેવી ફિલ્મ ફલોપ ગયા બાદ હવે હોરર ફિલ્મ બનાવી રોકડી કરી લેવાની ગણતરી માંડી છે. જોકે, તેણે આ માટે બોલિવુડના મહત્તમ તકો મેળવવા છતાં સતત ફલોપ જતા વરુણ ધવનની પસંદગી કરતાં ટ્રેડ વર્તુળોને આશ્ચર્ય થયું છે.
'રોકેટ બોય' સીરિઝથી જાણીતાં બનેલા અભય પન્નુ આ ફિલ્મના લેખક અને નિર્દેશક તરીકે બેવડી કામગીરી બજાવશે. અભય પન્નુની નિર્દેશક તરીકે આ પહેલી ફિલ્મ બની રહેશે.
વરૂણ ધવન અગાઉ યશરાજ ફિલ્મ્સની 'સૂઇ ધાગા' નામની ફિલ્મ કરી ચૂક્યો છે.
હવે યશરાજ ફિલ્મ્સની પહેલી હોરર ફિલ્મમાં વરૂણ ધવનની હીરો તરીકે પસંદગી થવા સાથે વરૂણની આ યશરાજ ફિલ્મ્સ સાથે બીજી ફિલ્મ બની રહેશે. આ ફિલ્મને ૨૦૨૭માં રજૂ કરવાના આયોજન સાથે બનાવવામાં આવી રહી છે.