ઋષભ શેટ્ટીની જય હનુમાનમાં વામિકા ગબ્બીની એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વામિકાને સાઉથની મોટી ફિલ્મ મળી
- ઋષભ શેટ્ટી હનુમાનની ભૂમિકા ભજવશે પણ વામિકાની ભૂમિકાનું રહસ્ય અકબંધ
મુંબઈ : વામિકા ગબ્બીને સાઉથની મોટી ફિલ્મ 'જય હનુમાન' માટે સાઇન કરવામાં આવી છે. ઋષભ શેટ્ટી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. વામિકાની કારકિર્દીની આ બહુ મોટી ફિલ્મ બની શકે છે.
૨૦૨૪માં આવેલી પ્રશાંત વર્માની હીટ ફિલ્મ 'હનુ-માન'ની સિક્વલમાં ઋષભ શેટ્ટી હનુમાનની ભૂમિકા ભજવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે વામિકા ગબ્બીની રાજકુમાર રાવ સાથેની ફિલ્મ 'પ્રહાર' સપ્ટેમ્બરમાં રિલિઝ થઇ રહી છે.
તાજેતરમાં રિલિઝ થયેલી તમિલ ફિલ્મ 'ડીસીઃ ધ બ્લડી વેલેન્ટાઇન'માં પણ તેની ચન્દ્રા તરીકેની ભૂમિકા વખણાઇ હતી. જોકે, બોલિવુડ વર્તુળોમાં ચર્ચા છે કે તૃપ્તિ ડિમરીની સમકાલીન અને તેના જેટલી જ પ્રતિભાશાળી વામિકાની કારકિર્દી હજુ સુધી જોઈએ તેવી ઊંચકાઈ નથી. તેણે કારકિર્દીની શરુઆતમાં ફિલ્મો સિલેક્ટ કરવામાં થાપ ખાધી છે.









