આમિર ખાનના ત્રીજા લગ્ન પર હોબાળો: બજરંગ દળે પૂતળું સળગાવ્યું, શેખર સુમને કહ્યું- 'મહાગઠબંધન'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aamir Khan Third Marriage Gauri Spratt 2026 : બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાન પોતાના ત્રીજા લગ્નને લઈને સતત ચર્ચાના કેન્દ્રમાં છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વિવિધ અટકળો વચ્ચે જાણીતા અભિનેતા શેખર સુમને પોતાના શોમાં આમિર ખાનની પર્સનલ લાઈફ પર રાજકીય રંગ લગાવીને એવો જોરદાર કટાક્ષ કર્યો છે કે ફેન્સ હસી-હસીને લોટપોટ થઈ રહ્યા છે. શેખર સુમને આમિરના લગ્નની સરખામણી દેશની રાજનીતિ અને ગઠબંધન સરકારો સાથે કરી દીધી છે.
વડાપ્રધાન મોદી સાથે સરખામણી અને વિપક્ષ પર ચપટી
શેખર સુમને મજાકિયા અંદાજમાં કહ્યું કે, આમિર ખાને આવનારી પેઢીઓને શીખવ્યું છે કે જ્યાં સુધી મંજિલ ન મળે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહો. તેમણે આગળ ઉમેર્યું, "આપણા દેશમાં નેતાઓની 'ડબલ એન્જિન' સરકાર પણ બરાબર નથી ચાલી શકતી, જ્યારે આમિર ખાને તો 'ટ્રિપલ એન્જિન' સરકાર (ત્રણ લગ્ન) આસાનીથી દોડાવી દીધી છે. જો દેશમાં ત્રીજી વાર કોઈના 'અચ્છે દિન' આવ્યા હોય તો તે આમિર ખાન છે, જેણે ત્રીજી વાર પણ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી લીધી છે! હવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિચારતા હશે કે નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ હવે માર્કેટમાં નવો કોમ્પિટિટર આમિર ખાન આવી ગયો છે."
વસુધૈવ કુટુંબકમનું શ્રેષ્ઠ ઉદાહરણ
શેખરે આમિરના ત્રીજા લગ્નમાં તેની અગાઉની બંને પત્નીઓ (રીના દત્તા અને કિરણ રાવ) તેમજ બાળકોની હાજરીને "વસુધૈવ કુટુંબકમ"નું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે વિપક્ષના 'INDIA' ગઠબંધન પર પણ નિશાન સાધતા કહ્યું કે, નેતાઓએ આમિર ખાન પાસેથી શીખવું જોઈએ કે જૂના સંબંધો સાચવીને નવા ગઠબંધન કેવી રીતે બનાવાય.
બીજી તરફ વધ્યો વિવાદ: બજરંગ દળે ફૂંક્યું પૂતળું
એક તરફ જ્યાં શેખર સુમનની આ રમુજી ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, તો બીજી તરફ આમિર ખાનના લગ્ન પર વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયા છે. અહેવાલો અનુસાર, 7 જુલાઈના રોજ બજરંગ દળના કાર્યકર્તાઓએ આમિર ખાન વિરૂદ્ધ જોરદાર નારેબાજી કરીને તેનું પૂતળું ફૂંક્યું હતું. પ્રદર્શનકારીઓએ એક્ટર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને તેની અગાઉની નિવૃત્ત થયેલી શાદીઓનો હવાલો આપી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, આ તમામ હંગામા વચ્ચે આમિર ખાને મૌન ધારણ કરી રાખ્યું છે.









