Entertainment

'જુમ્મા ચુમ્મા' ગીતના શૂટિંગનો અજાણ્યો કિસ્સો: પાણીના પ્રેશરથી 20 ફૂટ દૂર પટકાઈ હતી અભિનેત્રી

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
અમિતાભ બચ્ચનની ફિલ્મ 'હમ'ના સુપરહિટ ગીત 'જુમ્મા ચુમ્મા દે દે'નું શૂટિંગ મુંબઈની મુકેશ મિલ્સમાં 15 દિવસ ચાલ્યું હતું. કોરિયોગ્રાફર ચિન્ની પ્રકાશના જણાવ્યા અનુસાર, પાણીના સીન વખતે ફાયર એન્જિનની નોઝલના પ્રેશરથી કિમી કાટકર 20 ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી. તેને ઈજા થતાં શૂટિંગ અટકાવવું પડ્યું હતું, છતાં કિમીએ હિંમત હારી નહોતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'જુમ્મા ચુમ્મા' ગીતના શૂટિંગનો અજાણ્યો કિસ્સો: પાણીના પ્રેશરથી 20 ફૂટ દૂર પટકાઈ હતી અભિનેત્રી

Jumma Chumma De De Shoot: શૂટિંગ દરમિયાન પડદા પાછળ ઘણીવાર કેટલાક એવા કિસ્સા બનતા હોય છે જે કાયમ માટે યાદ રહી જાય છે. કેટલીકવાર આ કિસ્સાઓ રમૂજી હોય છે તો કેટલીકવાર ખુબ જ ગંભીર. આજે અમે તમને આવા જ એક ન ભૂલી શકાય તેવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'હમ'ના ગીત 'જુમ્મા ચુમ્મા દે દે'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. દાયકાઓ પછી પણ આ ગીતની ગણતરી બોલિવૂડના ક્લાસિક ગીતોમાં થાય છે, જેને ચિન્ની પ્રકાશે કોરિયોગ્રાફ કર્યું હતું.

શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ ગઈ હતી કિમી

કોરિયોગ્રાફરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ડાન્સ શીખવવામાં પડેલી મુશ્કેલીને યાદ કરી હતી અને જણાવ્યું હતું કે, કેવી રીતે એક સીન દરમિયાન કિમી કાટકર ઘાયલ થઈ ગઈ હતી. ચિન્ની પ્રકાશે મુંબઈની મુકેશ મિલ્સમાં 15 દિવસ સુધી ચાલેલા એ શૂટિંગને યાદ કર્યું અને પ્રોડક્શનના સ્કેલ, અમિતાભ બચ્ચનના દ્રઢ સંકલ્પ અને ગીતના શૂટિંગમાં આવેલા જોખમો વિશે વાત કરી હતી.

મેકર્સે પડકારનો સામનો કરવો પડ્યો હતો

'જુમ્મા ચુમ્મા દે દે'ના સૌથી યાદગાર સીનમાંથી એકમાં અમિતાભ બચ્ચન કિમી કાટકરની સ્કર્ટ ખેંચે છે અને પછી તેમના પર પાણી છાંટે છે. સ્ક્રીન પર જે ક્ષણ ખૂબ જ મસ્તી-મજાકવાળી દેખાઈ રહી હતી, તે શૂટિંગ દરમિયાન એક ગંભીર પડકાર બની ગઈ હતી.
ચિન્ની પ્રકાશે ખુલાસો કર્યો કે પાણીના પ્રવાહ માટે વાપરવામાં આવી રહેલું સાધન ખૂબ જ શક્તિશાળી હતું.

શું છે સમગ્ર મામલો?

ચિન્નીએ કહ્યું કે, 'તે અસલી નોઝલ નહોતી. તે તો ફાયર એન્જિનની નોઝલ હતી. મને એ પણ ખબર નહોતી કે તેનાથી આટલું દબાણ ઊભું થશે, કારણ કે 15-20 છોકરાઓ, અમિત જી અને તમામ જૂનિયર આર્ટિસ્ટ તેને પકડીને ઊભા હતા. બીજી તરફ માત્ર કિમી હતી. જ્યારે અમે પહેલીવાર આ સીન કર્યો, તો તે સાચે જ તે ટેબલ પરથી 20 ફૂટ નીચે પડી ગઈ. તેને ઈજા થઈ હતી અને તે રોવા લાગી હતી. શૂટિંગ અટકાવવું પડ્યું હતું. પરંતુ તે છોકરીએ હાર ન માની. તે એ શક્તિ સામે લડતી રહી.'

'જુમ્મા ચુમ્મા દે દે' આખરે અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા સૌથી યાદગાર ગીતોમાંથી એક બની ગયું. આ ગીત વર્ષ 1991માં રિલીઝ થયેલી ફિલ્મ 'હમ'માં સામેલ કરવામાં આવ્યું હતું.