Entertainment

સંત તુલસીદાસ પરથી રામબોલા નામની એકસાથે બે ફિલ્મ જાહેર

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં સંત તુલસીદાસના જીવન પર આધારિત 'રામબોલા' નામની 2 ફિલ્મોની એકસાથે જાહેરાત થઈ છે. 'હનુમાન અંશ'ના દિગ્દર્શક વિશાલ ચતુર્વેદી અને ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી, બંનેએ આ ફિલ્મ બનાવવાની ઘોષણા કરી છે. ડો. દ્વિવેદીએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને વિશાલ ચતુર્વેદીના નિર્માતાઓ સાથે પણ ચર્ચા કરી હતી. આથી, બંને સર્જકો વચ્ચે કાનૂની વિવાદ થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંત તુલસીદાસ પરથી રામબોલા નામની એકસાથે બે ફિલ્મ જાહેર

મુંબઈ : બોલિવુડમાં એક વિચિત્ર સંયોગ રુપે સંત તુલસીદાસનાં જીવન પરની 'રામબોલા' નામની બે-બે ફિલ્મોની એકસાથે જાહેરાત કરવામાં આવી હતી. તેને પગલે બંને ફિલ્મોના સર્જકો વચ્ચે કાનૂની વિવાદ છેડાઈ શકે છે.
તાજેતરમાં સુપર હિટ થયેલી 'હનુમાન અંશ' ફિલ્મના દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીએ પોતે ભારતીય સંત પરંપરાનું મહિમા ગાન કરતી વધુ એક ફિલ્મ રુપે 'રામબોલા'ની જાહેરાત કરી હતી.
લગભગ આ જ સમયગાળામાં પ્રાચીન વિષયોને ફિલ્માવવાની હથોટી ધરાવતા ડિરેક્ટર ડો. ચંદ્ર પ્રકાશ દ્વિવેદીએ પણ સંત તુલસીદાસ પર 'રામબોલા' ફિલ્મ એનાઉન્સ કરી હતી.
ડો. દ્વિવેદીએ વિશાલ ચતુર્વેદીની જાહેરાત સામે વાંધો લેતાં કહ્યું હતું કે પોતે આ ફિલ્મ લાંબા સમયથી પ્લાન કરી રહ્યાનું સૌ જાણે છે. વિશાલ ચતુર્વેદીની ફિલ્મના નિર્માતાઓ સાથે પણ પોતે એક તબક્કે આ પ્રોજેક્ટની ચર્ચા કરી ચૂક્યા છે.