મારા પિતાનો આ છેલ્લો પ્રોજેક્ટ રાજુ શ્રીવાસ્તવની પુત્રી અંતરા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- '૨૦૧૮માં 'વોડકા ડાયરીઝ' દિગ્દર્શિત કર્યા પછી કુશલે 'ઓપરેશન સફેદ સાગર'ની તૈયારી શરૂ કરી
મુંબઇ : 'ઓપરેશન સફેદ સાગર' વેબસીરિઝના દરેક એપિસોડ પછી - અંતે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનો આભાર માનવામાં આવે છે. આ સંદર્ભે વેબ-સીરિઝના સહનિર્માતા કુશલ શ્રીવાસ્તવે ખુલાસો કર્યો કે 'જીમી શેરગિલ અને સિદ્ધાર્થ અભિનીત આ ફિલ્મ મારા કાકા (રાજુ શ્રીવાસ્તવ) વિના શક્ય જ નહોત.'
'૨૦૧૮માં 'વોડકા ડાયરીઝ' દિગ્દર્શિત કર્યા પછી કુશલે 'ઓપરેશન સફેદ સાગર'ના નિર્માણની તૈયારી શરૂ કરી,' એમ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની પુત્રી અંતરા શ્રીવાસ્તવે જણાવ્યું. તે સમયે અમારી કલ્પના તેને એક ફિલ્મ તરીકે બનાવવાની હતી. અમારી પાસે કલાકારો અને પટકથા તૈયાર હતી, પણ પછી 'કોવિડ-૧૯' ફાટી નીકળતાં અમને આંચકો લાગ્યો. બાદમાં અમે તેની વેબ-સીરિઝ બનાવવાનું નક્કી કર્યું અને મે, ૨૦૨૨ની આસપાસ નેટફિક્લસે અમને આગળ વધવાની મંજૂરી આપી.'
કમનસીબે, સપ્ટેમ્બર, ૨૦૨૨માં રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું. આ પછી અંતરાએ જણાવ્યું, 'આ છેલ્લો પ્રોજેક્ટ હતો જે અંગે મારા પપ્પા જાણતા હતા. આ તો અમારા માટે ઐક કૌટુંબિક શો છે કારણકે અમારા પરિવારે તેના નિર્માણ વેળા ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. અંતરા શ્રીવાસ્તવ આ વેબ-શૉની અસોસિયેટ ડિરેક્ટર અને રિસર્ચર છે.




