Entertainment
એનિમલના બીજા ભાગનાં ઠેકાણાં નથી ત્યાં ત્રીજા ભાગનું પ્લાનિંગ
By GS Team
5 Feb 20261 min read

- હજુ તો બીજા ભાગની સ્ક્રિપ્ટ લખાય છે
- મૂળ કન્સેપ્ટ બે ભાગની ફિલ્મનો હતો પરંતુ હવે ત્રીજો ભાગ પણ બનશે
મુંબઇ : રણબીર કપૂરની 'એનિમલ' ફિલ્મનો બીજો ભાગ 'એનિમલ પાર્ક'ના નામે બનવાનો છે.
હજુ તો તેની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે ત્યાં સંદીપ રેડ્ડી વાંગાએ તેના ત્રીજા ભાગનું પ્લાનિંગ પણ શરુ કરી દીધું છે.
સંદીપ રેડ્ડી વાંગાના મૂળ કન્સેપ્ટ પ્રમાણે આ ફિલ્મ બે ભાગમાં જ બનવાની હતી. જોકે, બીજા ભાગનું કામ શરુ કરતી વખતે જ તેને ખ્યાલ આવ્યો હતો કે આ ફિલ્મ હજુ ત્રીજા ભાગ સુધી લંબાવી શકાય તેમ છે.
ત્રણેય ભાગમાં રણબીર કપૂર હિરો તરીકે રીપીટ થશે. જોકે, ફિલ્મના ખલનાયકો બદલાતા રહેશે.









