Entertainment

'બિગ બોસ' ફેમ અભિનેત્રીના ઘરે ચોરી, આરોપી પકડાયો, 76 લાખનો મુદ્દામાલ કબજે લીધો

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
'બિગ બોસ' ફેમ એક્ટ્રેસ લોપામુદ્રા રાઉતના મુંબઈના સાંતાક્રુઝ સ્થિત ઘરમાં થયેલી ચોરીના મુખ્ય આરોપીની પોલીસે બિહારથી ધરપકડ કરી છે. 26 વર્ષીય ચંદન કમલેશ મુખિયા પાસેથી રૂ. 76 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. આરોપી ચોરીના પૈસાથી બહેનના નામે જમીન ખરીદવાનો હતો. CCTVના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

'બિગ બોસ' ફેમ અભિનેત્રીના ઘરે ચોરી, આરોપી પકડાયો, 76 લાખનો મુદ્દામાલ કબજે લીધો
IMAGE - Instagram@lopamudraraut

Lopamudra Raut House Theft: 'બિગ બોસ' ફેમ એક્ટ્રેસ લોપામુદ્રા રાઉતના મુંબઈના સાંતાક્રુઝ સ્થિત ઘરમાં થયેલી ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે આ કેસના મુખ્ય આરોપીની બિહારથી ધરપકડ કરી લીધી છે. પકડાયેલા 26 વર્ષીય આરોપીનું નામ ચંદન કમલેશ મુખિયા હોવાનું સામે આવ્યું છે.

ચોરીના પૈસાથી બહેનના નામે જમીન ખરીદવાનો હતો પ્લાન

મળતી માહિતી મુજબ, પોલીસે આરોપી પાસેથી આશરે રૂ. 76 લાખની કિંમતનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી ચોરી કરેલા પૈસાથી પોતાની બહેનના નામે જમીન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, ખરીદી કરે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, લોપામુદ્રા રાઉત 20 જૂનથી 27 જુલાઈ દરમિયાન શહેર બહાર ગઈ હતી, તે સમયે આરોપીએ તેના ફ્લેટને નિશાન બનાવીને કેશ, સોનાના ઘરેણાં અને સોનાના બિસ્કિટની ચોરી કરી હતી.

CCTVના આધારે બિહારથી દબોચાયો આરોપી

આ હાઈ-પ્રોફાઈલ ચોરીના કેસનો ઉકેલ લાવવા માટે સાંતાક્રુઝ પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ફ્લેટ અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને પોલીસે આરોપીનું લોકેશન શોધ્યું હતું અને તેને બિહારથી ઝડપી પાડ્યો હતો. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને બાકીનો મુદ્દામાલ રિકવર કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

કોણ છે લોપામુદ્રા રાઉત?

લોપામુદ્રા રાઉત જાણીતી મોડેલ, એક્ટ્રેસ અને બ્યુટી પેજન્ટ ટાઈટલ હોલ્ડર છે. તેને સાચી ઓળખ સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ'થી મળી હતી. આ સિવાય તે સ્ટંટ આધારિત શો 'ખતરોં કે ખિલાડી' અને કેટલીક વેબ સિરીઝમાં પણ જોવા મળી ચૂકી છે. હાલ તે એક્ટિંગ ક્ષેત્રે બહુ સક્રિય નથી, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે.