લગ્નના 4 મહિનામાં જ સંસાર વિખેરાયો! ટીવી એક્ટ્રેસ અદિતિ શર્માએ ઘરેલુ હિંસા પર તોડ્યું મૌન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aditi Sharma on Her Divorce: ટીવી શો 'અપોલીના' ફેમ એક્ટ્રેસ અદિતિ શર્મા લગ્નના માત્ર 4 મહિનામાં જ પતિથી અલગ થઈ ગઈ હતી. એક્ટ્રેસે લગ્નના ગણતરીના મહિનાઓ બાદ જ પતિ, સાસુ અને નણંદ સામે ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા હતા. એક્ટ્રેસે હવે સાસરિયાં પર લગાવેલા આ આરોપો અંગે મૌન તોડ્યું છે. એક્ટ્રેસે કહ્યું કે, 'હું હાલ આ પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહી છું.'
ટીવી એક્ટ્રેસ અદિતિ શર્માએ ઘરેલુ હિંસા પર તોડ્યું મૌન
એક ઈન્ટરવ્યુમાં અદિતિએ કહ્યું કે, 'મારી પર્સનલ લાઈફમાં જે પણ ચાલી રહ્યું છે તેને સંભાળવા માટે મને થોડો સમય અને સ્પેસ જોઈએ છે. હાલમાં હું દરેક બાબત પર કોમેન્ટ કરવા માટે તૈયાર નથી.' એક્ટ્રેસે આ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા લોકોને હિંમત જાળવી રાખવા અને પરિવારનો સપોર્ટ લેવાની સલાહ આપી. આ ઉપરાંત તેણે એ પણ જણાવ્યું કે મેડિટેશન કરવાથી તેને આ સ્થિતિને હેન્ડલ કરવામાં ઘણી મદદ મળી છે.
અદિતિએ કહ્યું કે, 'હું રિયલ લાઈફમાં ખૂબ જ પ્રાઈવેટ વ્યક્તિ છું, તેથી જ મેં આ મામલે હંમેશાં મૌન જાળવી રાખ્યું હતું. પ્રામાણિકતાથી કહું તો, કેટલીક પરિસ્થિતિઓ અને નિર્ણયોમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગે છે. હું બસ એટલી જ આશા રાખું છું કે જે પણ છોકરા અને છોકરીઓ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, તેમને જરૂરી હિંમત મળે અને પરિવાર તરફથી સપોર્ટ મળે. તેઓ મેડિટેશન કરે, કારણ કે મને લાગે છે કે તેનાથી આ પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ મળે છે.'
અદિતિએ એ પણ જણાવ્યું કે, 'મેં આ મામલે લાંબા સમય સુધી પબ્લિકલી વાત નહોતી કરી. હું હજુ પણ આ પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહી છું અને દરેક બાબત પર ચર્ચા કરવા માટે તૈયાર નથી. હું હાલ આ અંગે ખરેખર કોઈ કોમેન્ટ કરી શકું તેમ નથી, કારણ કે મને નથી ખબર કે મારે શું કહેવું જોઈએ અને શું ન કહેવું જોઈએ. હું અત્યારે આમાંથી કોઈ પણ બાબત માટે તૈયાર નથી.' એક્ટ્રેસે એ પણ સ્પષ્ટત કર્યું કે, 'મેં ફરિયાદ સંબંધિત સમાચાર લીક નહોતા કર્યા.'
હું ખૂબ જ પ્રાઈવેટ વ્યક્તિ છું
એક્ટ્રેસે આગળ કહ્યું કે, 'મેં આ અંગે (ઘરેલુ હિંસા વિશે) પહેલા ક્યારેય કશું કહ્યું નથી અને પછી પણ કંઈ નથી કહ્યું, કારણ કે હું ખૂબ જ પ્રાઈવેટ વ્યક્તિ છું. તેથી હું મારી લાગણીઓને મારા સુધી જ રાખવાનું પસંદ કરું છું. આ જ જિંદગી છે, તમારે તમારા સંઘર્ષોનો સામનો કરવો જ પડે છે અને હું બસ એ જ કરી રહી છું.'
4 મહિનામાં તૂટ્યા હતા લગ્ન
અદિતિ શર્મા અને અભિનીત કૌશિક પહેલીવાર જૂન 2021માં એક ઓનલાઈન એક્ટિંગ ક્લાસમાં મળ્યા હતા. ધીરે-ધીરે તેમની દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. ત્યારબાદ તેમણે નવેમ્બર 2024માં પોતાના ઘરે જ ગુપચુપ લગ્ન કરી લીધા હતા. પરંતુ લગ્નના માત્ર 4 મહિનામાં જ તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી. એક્ટ્રેસે પતિ, સાસુ અને નણંદ સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો. અદિતિનો આરોપ છે કે, લગ્ન પછીથી જ તેને શારીરિક અને માનસિક રીતે ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો. બીજી તરફ, અભિનીત કૌશિકે એક્ટ્રેસ પર ચીટિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.




