Entertainment
આર્યનની વેબ સીરિઝની બીજી સીઝનનું શૂટિંગ આવતાં વર્ષથી
By GS Team
14 Jun 20261 min read

મુંબઈ: આર્યન ખાનની દિગ્દર્શક તરીકેની ડેબ્યૂ વેબ સીરિઝ 'ધી બા...ઓફ બોલિવુડની બીજી સીઝનની તૈયારી શરુ થઈ ગઈ છે. તેનું શૂટિંગ મોટાભાગે આવતાં વર્ષથી શરુ કરી દેવામાં આવશે.
પ્રથમ સીઝનને મળેલા પ્રતિસાદ પછી બીજી સીઝનની તૈયારી ચાલુ થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. અહેવાલો મુજબ આર્યન નવી સીઝનમાં અગાઉની ફોર્મ્યુલા રીપીટ કરવાની બદલે તાજુ અને નવીનતાસભર કથાનક ઓફર કરવાની યોજના બનાવી રહ્યો છે. સીઝન વનમાં નોંધપાત્ર ફાળો આપનાર લેખક બિલાલ સિદ્દિકી પટકથા તૈયાર કરવામાં સક્રિયપણે સામેલ છે.
બધુ યોજના મુજબ પાર પડશે તો પ્રોડક્શન આગામી વર્ષે શરૂ થશે.
પહેલી સીઝનમાં લક્ષ્ય લાલવાણી, બોબી દેઓલ તથા મોના સિંઘ સહિતના કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બીજી સીઝનમાં કયા કલાકારો રીપિટ થાય છે અને કોણ નવું ઉમેરાય છે તેના પર નજર રહેેશે.









