Entertainment

બોલિવૂડ જોતું રહી ગયું! The Odysseyએ પહેલા જ દિવસે ભારતમાં તોડ્યો રેકોર્ડ, દુનિયાભરમાં રૂ. 855 કરોડની કમાણી

By GS Team
18 Jul 20263 mins read
TukuTouch Logo
હોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર ક્રિસ્ટોફર નૌલનની ફિલ્મ 'ધ ઓડિસી' સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે પ્રથમ દિવસે ભારતમાં 17.40 કરોડ અને વૈશ્વિક સ્તરે 770-855 કરોડ રૂપિયાની રેકોર્ડબ્રેક કમાણી કરી છે. મેટ ડેમન, એન હેથવે સહિતના કલાકારોએ શાનદાર અભિનય કર્યો છે. હોમરની પ્રાચીન ગ્રીક ગાથા પર આધારિત આ ફિલ્મ IMAX 70 MM કેમેરા પર શૂટ થયેલી પ્રથમ ફિલ્મ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોલિવૂડ જોતું રહી ગયું! The Odysseyએ પહેલા જ દિવસે ભારતમાં તોડ્યો રેકોર્ડ, દુનિયાભરમાં રૂ. 855 કરોડની કમાણી

The Odyssey Box Office: હોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર ક્રિસ્ટોફર નૌલનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'દ ઓડિસી' આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર આ ફિલ્મ ભારે ચર્ચામાં હતી અને હવે જ્યારે તે મોટા પડદા પર આવી ચૂકી છે, ત્યારે પ્રેક્ષકોનો ઉત્સાહ સાચે જ જોવા જેવો છે. આ શાનદાર એક્શન અને એડવેન્ચર ફિલ્મે પહેલા જ દિવસે ભારત સહિત વૈશ્વિક સ્તરે રેકોર્ડબ્રેક કમાણી કરીને ટ્રેડ એનાલિસ્ટ્સને પણ ચોંકાવી દીધા છે.

સ્ટાર કાસ્ટની દમદાર એક્ટિંગ અને પૌરાણિક વાર્તા

આ ફિલ્મની સૌથી મોટી તાકાત તેની મજબૂત સ્ટાર કાસ્ટ છે. 'ઇથાકા'ના રાજા ઓડિસિયસના મુખ્ય રોલમાં મેટ ડેમન અદ્ભુત અભિનય કર્યો છે, જ્યારે એન હેથવે પેનેલોપના રોલમાં ખૂબ જ પ્રભાવશાળી દેખાઈ રહી છે. આ ઉપરાંત ટૉમ હોલેન્ડે તેમના પુત્ર ટેલેમેકસનો અને રોબર્ટ પેટિનસને એન્ટિનોસનો રોલ પ્લે કર્યો છે. જ્યારે ઝેન્ડાયા એથેના અને ચાર્લીઝ થેરોન કાલિપ્સોના પાવરફુલ પાત્રોમાં નજર આવે છે. હોમરની સુપ્રસિદ્ધ પ્રાચીન ગ્રીક ગાથા પર આધારિત આ વાર્તાને નૌલને પોતાની આગવી શૈલીમાં મોટા પડદા પર અદભૂત રીતે જીવંત કરી છે.

ભારતીય બોક્સ ઑફિસ પર પણ નૌલનનો જાદુ ચાલ્યો

'દ ઓડિસી' ફિલ્મે ભારતીય બોક્સ ઑફિસ પર પણ અપેક્ષા પ્રમાણે ધમાકેદાર શરૂઆત કરી છે. સેકનિલ્કના અહેવાલો અનુસાર, ફિલ્મે ભારતમાં પહેલા જ દિવસે આશરે 17.40 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. જો ભારતના કુલ ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો આ આંકડો 20.76 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. સિનેમાઘરોની બહાર લાગેલી દર્શકોની લાંબી લાઈનો સાબિત કરે છે કે ભારતીય ઓડિયન્સમાં ક્રિસ્ટોફર નૌલનની ફિલ્મો માટે કેટલો જબરદસ્ત ક્રેઝ છે.

મેગા બજેટ અને વૈશ્વિક સ્તરે કરોડોનો બિઝનેસ

આ ફિલ્મના બજેટ અને વર્લ્ડવાઈડ કમાણીના આંકડા પણ ચોંકાવનારા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ભવ્ય ફિલ્મને બનાવવામાં અંદાજે 250 મિલિયન ડોલર (આશરે 2137 કરોડ રૂપિયા)નો માતબર ખર્ચ થયો છે. ખાસ વાત એ છે કે, આ દુનિયાની પહેલી એવી ફિલ્મ છે જેને સંપૂર્ણપણે 'આઈમેક્સ 70 એમએમ' (IMAX 70 MM) કેમેરા પર શૂટ કરવામાં આવી છે. કમાણીની દ્રષ્ટિએ, વેરાયટીના રિપોર્ટ અનુસાર માત્ર નોર્થ અમેરિકામાં જ ફિલ્મે પહેલા દિવસે 90થી 100 મિલિયન ડોલર(આશરે 770-855 કરોડ રૂપિયા)ની ધમાકેદાર કમાણી કરી લીધી છે.

શું ;ઓપનહાઇમર;નો રેકોર્ડ તૂટશે?

હાલ સિનેમા જગતમાં એ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે શું 'દ ઓડિસી' નૌલનની છેલ્લી બ્લોકબસ્ટર ફિલ્મ 'ઓપનહાઇમર'નો રેકોર્ડ તોડી શકશે? નૌલનની 'ઓપનહાઇમર' ફિલ્મે ભારતમાં પહેલા દિવસે અંદાજે 14.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. તેની સરખામણીમાં 'દ ઓડિસી'એ ઘણી શાનદાર ઓપનિંગ મેળવી છે. જોકે, 'ઓપનહાઇમર'ના કુલ રેકોર્ડ્સને પાછળ છોડવા માટે આ ફિલ્મે હજુ લાંબી મજલ કાપવી પડશે, પણ જે પ્રકારે થિયેટરો હાઉસફુલ જઈ રહ્યા છે તે જોતાં નવા રેકોર્ડ બનવા મુશ્કેલ નથી લાગતા.

સિનેમાઘરોમાં જ માણવા જેવો વિઝ્યુઅલ કિલર એક્સપિરિયન્સ

આ ફિલ્મ માત્ર એક સામાન્ય મૂવી નથી, પરંતુ એક અદભૂત વિઝ્યુઅલ ટ્રીટ છે જે દર્શકોને પ્રાચીન ગ્રીક પૌરાણિક કથાઓની કાલ્પનિક દુનિયામાં લઈ જાય છે. ક્રિસ્ટોફર નૌલનનું અદભૂત વિઝન, બેકગ્રાઉન્ડ સ્કોર અને દિગ્ગજ કલાકારોની એક્ટિંગ આ ફિલ્મને ખાસ બનાવે છે. જો તમે શાનદાર સ્ટોરીલાઇન અને જોરદાર ગ્રાફિક્સના શોખીન હોવ, તો આ વીકેન્ડ પર નજીકના થિયેટરમાં જઈને આ થિયેટ્રિકલ એક્સપિરિયન્સ ચૂકવા જેવો નથી.