મસ્ક, ઝકરબર્ગ, ઓલ્ટમેન જેવા ટેક લીડર્સ ફિલ્મોના વિલન બન્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હોલિવૂડમાં નવો ટ્રેન્ડ શરૂ થયો
- ધ સોશિયલ રેક્ગનિંગ, મસ્ક, આર્ટિફિશિયલ, યુ કેન સી એવરિથિંગ જેવી ફિલ્મો ચર્ચામાં ચાલી રહી છે
કેલિફોર્નિયા : એક તરફ, એઆઈની નવી નવી શોધ ચર્ચામાં આવી રહી છે. ત્યાં બીજી તરફ, હોલિવૂડના ફિલ્મમેકર્સ દ્વારા ટેક લીડર્સને વિલન તરીકે ચીતરવામાં આવી રહ્યા છે. આ નવા ટ્રેન્ડનું તાજું ઉદાહરણ એરોન સોર્કિનની ફિલ્મ ધ સોશિયલ રેક્ગનિંગ છે. આ ફિલ્મ ૨૦૧૦માં ઓસ્કાર વિજેતા ફિલ્મ ધ સોશિયલ નેટવર્કની સિરીઝની બીજી ફિલ્મ છે. ફિલ્મને ફેસબુકના વ્હીસલબ્લોઅર ફ્રાંસિસ હ્યુગનના દસ્તાવેજો પરથી બનાવવામાં આવી છે.
ધ સોશિયલની સીરિઝમાં માર્ક ઝકરબર્ગ વિલન છે. જ્યારે, મસ્ક નામની ડોક્યુમેન્ટ્રીમાં ખુદ ઈલોન મસ્કને વિલન બતાવવામાં આવ્યો છે. ઓપનએઆઈને કારણે થયેલા વિવાદ પરથી બનાવવામાં આવેલી લુકા ગુઆડનીનોની આર્ટિફિશિયલ અને થેરાનોસની ફાઉન્ડર એલિઝાબેથ હોલ્મ્સને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી યુ કેન સી એવરિથિંગમાં ટેક દિગ્ગજો નેગેટિવ ભૂમિકામાં છે. ફિલ્મ નિર્માતાઓ માટે આ વિષય આકર્ષક છે કારણ કે, સત્તા, મહત્ત્વકાંક્ષા, અબજો ડોલરની કમાણી, સંઘર્ષ અને નૈતિક પ્રશ્નોમાં દર્શકોને રસ પડી રહ્યો છે. આ ફિલ્મો પણ એવા સમયે આવી રહી છે જ્યારે એઆઈના ઝડપી વિકાસથી રોજગાર, માહિતીની વિશ્વસનીયતા, માનવીય નિર્ણયો અને ટેક કંપનીઓની જવાબદારીઓ અંગે ચર્ચા વધી રહી છે.




