તનિશા મુકર્જીએ પાપારાઝીઓને આન્ટી જયા બચ્ચનને તંગ ન કરવા જણાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જુહુમાં જયા બચ્ચન દુર્ગા પૂજામાં ભાગ લેવા પહોંચ્યા
- તનિશા મુકરજીએ જણાવ્યું : ડોન્ટ ટ્રબલ અવર જયા આન્ટી ધીસ ટાઇમ, આપ લોગ બહુત બદમાશ હો
મુંબઇ : મુકર્જી પરિવાર દ્વારા આયોજિત દુર્ગા પૂજા પંડાલમાં જયા બચ્ચન વર્ષોથી નિયમિત હાજરી આપે છે.
આ વર્ષે કાજોલની બહેન તનિશા મુકર્જીએ પાપરાઝીઓને ખાસ વિનંતી કરી હતી કે તેઓ જયા આન્ટીને તંગ ન કરે.
શુક્રવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં તનિશા મુકર્જીએ હળવાશથી મજાકમાં જણાવ્યું હતું કે ડોન્ટ ટ્રબલ જયા આન્ટી ધીસ ટાઇમ, તમે બધાં તેમને તંગ કરો છો. આપ લોગ બહુત બદમાશ હો. કુછ આપ કે ફોટોગ્રાફર્સ જો પરપઝલી જા કે ચાબી લગાતે હૈ. મત કરો હમારી પૂજા મેં પ્લીઝ.
અયાન મુકર્જીના પિતા દેવ મુકર્જી દ્વારા નોર્થ બોમ્બે સર્બોજનિન દુર્ગા પૂજાનું આયોજન જુહુમાં એસએનડીટી ગ્રાઉન્ડ પર કરવામાં આવે છે.
દેવ મુકર્જીનું ૨૦૨૫માં અવસાન થયા બાદ હવે તેમની બીજી પેઢી દ્વારા આ દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવે છે.




