Entertainment

વિજય થલપતિ સામે સાઉથના વધુ એક સુપર સ્ટાર રાજકારણમાં ઉતરે તેવી ચર્ચાએ જોર પકડ્યું

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
તમિલ સુપરસ્ટાર થલપતિ વિજય અને ધનુષની રાજકીય પ્રવેશની અટકળો વચ્ચે તેમની સંપત્તિની સરખામણી ચર્ચામાં છે. વિજયે 'તમિલગ વેટ્રિ કઝગમ' (TVK) પાર્ટી સ્થાપી, જ્યારે ધનુષના રાજકારણમાં આવવાની અફવાઓ છે. રિપોર્ટ મુજબ, ધનુષની નેટવર્થ ₹200-230 કરોડ છે, જ્યારે વિજયની સંપત્તિ ₹600-650 કરોડથી વધુ આંકવામાં આવે છે. વિજય એક ફિલ્મ માટે ₹100-150 કરોડ લે છે, જે ધનુષ કરતા નોંધપાત્ર રીતે વધુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિજય થલપતિ સામે સાઉથના વધુ એક સુપર સ્ટાર રાજકારણમાં ઉતરે તેવી ચર્ચાએ જોર પકડ્યું

Vijay And Dhanush Net Worth Comparison: તમિલ સિનેમાના બે સૌથી મોટા સુપરસ્ટાર થલપતિ વિજય અને ધનુષ પોતાની ફિલ્મો તેમજ અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહે છે. વિજયે પોતાની રાજકીય પાર્ટી ‘તમિલગ વેટ્રિ કઝગમ’ (TVK)ની સ્થાપના કરીને સક્રિય રાજકારણમાં પદાર્પણ કર્યું છે, ત્યારે હવે અભિનેતા ધનુષ પણ રાજકારણમાં પ્રવેશ કરશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી, પરંતુ આ ચર્ચાઓ વચ્ચે બંને અભિનેતાઓની સંપત્તિ અને નેટવર્થની સરખામણી રસપ્રદ બની છે.

કેટલી છે ધનુષની નેટવર્થ?

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા ધનુષ તમિલ ફિલ્મો ઉપરાંત બોલિવૂડ અને હોલીવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. અહેવાલો અનુસાર ધનુષની કુલ નેટવર્થ આશરે ₹200 કરોડથી ₹230 કરોડની આસપાસ હોવાનો અંદાજ છે. તેઓ એક ફિલ્મ માટે મોટી ફી વસૂલવા ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને પોતાના પ્રોડક્શન હાઉસ ‘વન્ડરબાર ફિલ્મ્સ’ થકી પણ તગડી કમાણી કરે છે.

વિજય પાસે કેટલી સંપત્તિ?

તમિલ ઇન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરતા અભિનેતાઓમાં સામેલ થલપતિ વિજય સંપત્તિની બાબતમાં ધનુષ કરતાં ઘણા આગળ છે. વિજયની કુલ નેટવર્થ આશરે ₹600 કરોડથી ₹650 કરોડથી વધુ આંકવામાં આવે છે. તેઓ પ્રત્યેક ફિલ્મ માટે ₹100 કરોડથી ₹150 કરોડ સુધીનો તોતિંગ ચાર્જ લેતા રહ્યા છે. બંને સ્ટાર્સની કુલ સંપત્તિ વચ્ચે અંદાજે ₹400 કરોડથી વધુનો મોટો તફાવત જોવા મળે છે.

રાજકીય સમીકરણો અને નવી અટકળો

થલપતિ વિજયે પોતાની પાર્ટી TVK બનાવીને તમિલનાડુના ચીફ મિનિસ્ટર બન્યા છે. આ દરમિયાન વિજયના રાજકીય પ્રવેશ બાદ ધનુષ વિશે પણ ચર્ચાઓ શરૂ થઈ હતી કે શું તેઓ રાજકારણમાં ઝંપલાવશે કે પછી કોઈ મુખ્ય પાર્ટીને સમર્થન આપશે. જોકે ધનુષ સાથે સંકળાયેલા સૂત્રોનું માનવું છે કે હાલ તેમનું સંપૂર્ણ ધ્યાન ફિલ્મો અને નિર્દેશન પર જ કેન્દ્રિત છે અને નવી પાર્ટી બનાવવાની વાતો માત્ર અફવા છે.