Entertainment
કિયારા ભણશાલીની મધુબાલાના મુખ્ય રોલની વાત હાલ પાયાવિહોણી
By GS Team
8 Mar 20261 min read

- પ્રોજેક્ટના નિર્માતાઓએ કાસ્ટિંગને લઇને હજી સુધી કોઇ સત્તાવાર ઘોષણા કરી નથી
મુંબઇ : સંજય લીલા ભણશાલી મધુબાલાની બાયોપિકની તૈયારી કરીરહ્યો છે.જેમાં કિયારા અડવાણી મુખ્ય ભૂમિકા ભજવશે તેવી વાત હતી. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, મધુબાલાની બાયોપિકમાં કિયારા અડવાણી મુખ્ય રોલ ભજવશે તે વાત પાયાવિહોણી છે. હજી સુધી ફિલ્મના નિર્માતાઓએ કાસ્ટિંગ વિશે સત્તાવાર ઘોષણા કે માહિતી આપી નથી.
ભણશાલીની ફિલ્મ મધુબાલા સાથે જોડાયેલી દરેક બાબતોને ખાનગી રાખવામાં આવી છે. તેની પટકથા તેમજ તેના કલાકારો વિશે પણ ગુપ્તતા જાળવવામાં આવી રહી છે.
મધુબાલાએ પોતાની કારકિર્દીની શરઆત ૮ વરસની વયેથી બાળકલાકાર તરીકે કરી હતી.૧૪ વરસની વયે મુખ્ય અભિનેત્રી તરીકે પદાર્પણ કર્યું હતું. ભારતીય સિનેમામાંની તે ખૂબસૂરત અને પ્રતિભાશાલી અભિનેત્રીઓમાંની એક કહેવાય છે.









