Entertainment
તબુએ મુંબઈમાં 10 કરોડનો આલીશાન ફલેટ ખરીદ્યો
By GS Team
21 Apr 20261 min read

- વરસોવામાં 2153 ચોરસફૂટનો ફલેટ હશે
મુંબઇ : એકટ્રેસ તબુએ મુંબઈના વર્સોવા વિસ્તારમાં ૧૦ કરોડ રુપિયાનો એક ફલેટ ખરીદ્યો છે.
તબુએ આ ફલેટ માટે ૫.૨૪ લાખ રુપિયા સ્ટેમ્પ ડયૂટી ચૂકવી છે. જ્યારે ૩૦ હજાર રુપિયા રજિસ્ટ્રેશન ફીના આપ્યા છે. આ ફલેટ ૨૧૫૩ ચોરસ ફૂટનો હશે. તબુને ફલેટ સાથે ૧૨૭ ચોરસ ફૂટની વિશાળ બાલ્કની મળશે. તેની સાથે તેને બે કાર પાર્કિંગ પણ મળવાના છે.
મુંબઈમાં મોટાભાગના કલાકારો જૂહુ કે બાંદરા જેવા વિસ્તારમાં રહે છે. જોકે, અનેક કલાકારો અંધેરી વેસ્ટ તથા વરસોવામાં રેસિડેન્શિયલ તથા કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે.









