જાહ્નવીના અભદ્ર એઆઈ વીડિયોથી સાઉથના સ્ટાર્સ ઉકળી ઉઠયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની તેલુગુ ફિલ્મ 'દેવરા'નાં એક ગીતના મૂળ વીડિયોમાં એઆઈથી ચેડાં કરી અભદ્ર વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરાતાં સાઉથના સ્ટાર્સ ઉકળી ઉઠયા છે.
જુનિયર એનટીઆરએ આ કૃત્યને અતિશય તિરસ્કારજનક અને શરમજનક ગણાવતાં કહ્યું હતું કે પોતે આ મુદ્દે કાનૂની પગલાં લેશે. તેણે કહ્યું હતું કે અતિશય નિમ્ન માનસિકતા ધરાવતા લોકોએ આ કૃત્ય કર્યુું છે અને પોતે તેમાંથી કોઈને પણ છોડવાનો નથી.
બીજી તરફ ચિરંજીવીએ આ વીડિયોને વખોડી કાઢી પોતે આ મુદ્દો તેલુગુ ફિલ્મ સંગઠનો સમક્ષ ઉઠાવશે તેમ કહ્યું હતું. વિજય દેવરકોંડા તથા ખુશ્બુ સુંદર સહિતના કલાકારોએ પણ આ કૃત્ય સામે વાંધો ઉઠાવ્યો હતો.
જાહ્નવીના ચાહકો આ વીડિયોથી ભારે નારાજ થયા હતા અને તેમણે દોષિતને શોધી કાનૂની પગલાં ભરવા માગણી કરી હતી.




