Entertainment
સૂરજ બડજાત્યા યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે
By GS Team
22 Apr 20261 min read

- આયુષમાન, શર્વરીની ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાને આરે
- નવેમ્બરના ફર્સ્ટ વીકમાં રીલિઝ થનારી રણબીરની રામાયણ સાથે ટક્કર ટાળવા પ્રયાસ
મુંબઇ : સૂરજ બડજાત્યાની ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નું શૂટિંગ પૂર્ણતાને આરે છે. હવે આ ફિલ્મ આગામી તા. ૨૭મી નવેમ્બરે રીલિઝ કરવાની જાહેરાત સૂરજ બડજાત્યાએ કરી છે.
ફિલ્મમાં આયુષમાન ખુરાના તથા શર્વરી વાઘ મુખ્ય કલાકારો છે. રાજશ્રીની સ્ટાઈપ્રમાણેની આ સામાજિક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે.
સૂરજ બડજાત્યા ભૂતકાળમાં સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યો છે. પરંતુ, આયુષમાન તથા શર્વરી બંને હાલ કમર્શિયલી બહુ સકસેસફૂલ સ્ટાર્સ નહિ હોવાથી સૂરજે તેમના માટે કોઈ સલામત તારીખ શોધી હતી.
નવેમ્બર ફર્સ્ટ વીકમાં રણબીરની 'રામાયણ' ફિલ્મ રીલિઝ થવાની છે એટલે સૂરજે નવેમ્બરની ૨૭મી તારીખ પસંદ કરી હોવાનું કહેવાય છે.









