સોનુ નિગમે કન્નડિગાઓની માફી માંગી લેતા હવે બેન્ગાલુરૂમાં કોન્સર્ટ યોજાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- કોન્સર્ટનો બહિષ્કાર કરવાનું એલાન પાછું ખેંચાયું
- સોનુએ કન્નડ આગેવાનને મળી એક હજાર વાર માફી માંગવાની તૈયારી બતાવતાં મામલો થાળે પડયો
મુંબઇ : એપ્રિલમાં એક એન્જિનિયરિંગ કોલેજમાં ફંકશન દરમ્યાન કન્નડ ગીત ગાવાની ના પાડવાના મામલે સર્જાયેલાં વિવાદને પગલે સોનુ નિગમ સામે એફઆઇઆર નોંધાવી તેનો બહિષ્કાર શરૂ કરવામાં આવતાં તેની ૨૪ ઓક્ટોબરે બેન્ગાલુરૂમાં યોજાનારી કોન્સર્ટ પણ ઘોંચમાં પડી હતી. હવે સોનુએ તેનો વિરોધ કરી રહેલાં કન્નડ આગેવાનને મળી એક હજાર વાર માફી માંગવાની તૈયારી બતાવતાં તેને માફ કરી દેવામાં આવતાં તેની કોન્સર્ટ આડે હવે કોઇ અવરોધ રહ્યો નથી.
કર્ણાટક રક્ષણ વેદિકે નામના સંગઠનના નેતા ટીએ નારાયણ ગોવડાએ સોનુની કોન્સર્ટેને મંજૂરી ન આપવાની વિનંતી બેન્ગાલુરૂ પોલીસને કરી હતી. જેને પગલે સોનુએ ગોવડાને મળી એક હજાર વાર સોરી કહેવાની તૈયારી બતાવતાં ગોવડાએ એક્સ પર તેને માફ કરી તેની સામેનો વિરોધ પાછો ખેંચી લીધો હતો.
ગોવડાએ જણાવ્યું હતું કે રાજ્ય બહારના અનેક ગાયકોએ કન્નડ ગીતો ગાઇ અમારી સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે. સોનુ આ પરંપરાનો જ હિસ્સો છે.
જે લોકો માફી માંગે તેને માફ કરી દેવાની ઉદારતા દાખવવી એ કન્નડિગા સંસ્કૃતિનો હિસ્સો છે. ગોવડાએ આશા વ્યક્ત કરી હતી કે સોનુ વધારે કન્નડ ગીતો ગાશે અને કર્ણાટકમાં પરફોર્મ કરવાનું ચાલુ રાખશે.




