Entertainment

સિદ્ધાંત ચતુર્વેદી અને અભિષેક ચૌબે કાલા વેબ સિરિઝમાં સાથે કામ કરશે

By GS Team
23 Oct 20261 min read
TukuTouch Logo
ઝારખંડની કોલસાની ખાણોની ક્રાઇમ કથા પર આધારિત સિરીઝ 'કાલા'નું શૂટિંગ દિવાળી પછી પુણેમાં શરૂ થશે. અભિષેક ચૌબે નિર્દેશિત આ સિરીઝમાં સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં છે. 1960ના દાયકાથી શરૂ થતી આ સિરીઝમાં સત્તાની સાઠમારી, હિંસા અને સામાજિક પરિવર્તનોને આવરી લેવામાં આવશે. સિદ્ધાંતે અગાઉ એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સાથે 'ગલી બોય'માં કામ કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

સિદ્ધાંત ચતુર્વેદી અને અભિષેક ચૌબે કાલા વેબ સિરિઝમાં સાથે કામ કરશે
  • ઝારખંડની કોલસાની ખાણોની ક્રાઇમ કથા રજૂ થશે
  • કાલા સીરિઝનું શૂટિંગ દિવાળી બાદ પુણેમાં શરૂ કરી દેવામાં આવશે

મુંબઇ : ઝારખંડમાં આવેલી કોલસાની ખાણોમાં આકાર લેતી પિરિયડ ક્રાઇમ સિરિઝ 'કાલા'માં સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકા ભજવશે જ્યારે અભિષેક ચૌબે તેનું નિર્દેશન કરશે. ચૌબેની આ ક્રાઇમ સિરિઝ ૧૯૬૦થી શરૂ થઇ દાયકાઓ સુધી ચાલશે અને તેમાં આ સમયગાળા દરમ્યાન થયેલી સત્તાની સાઠમારી, હિંસા અને સામાજિક પરિવર્તનોને ઝીલવામાં આવશે.
અભિષેક ચૌબેએ છેલ્લે જાન્યુઆરી ૨૦૨૪માં 'કીલર સૂપ' નામની ક્રાઇમ ડ્રામા સીરિઝ રજૂ કરી હતી. આ સીરિઝમાં મનોજ બાજપેયી અને કોંકણાસેન શર્માએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. અભિષેક ચૌબે નૈતિક રીતે અસ્પષ્ટ કથાવસ્તુઓ ધરાવતી ફિલ્મોને નિર્દેશિત કરવા માટે જાણીતાં છે.
'કાલા' સીરિઝનું શૂટિંગ દિવાળી બાદ પૂણેમાં શરૂ કરી દેવામાં આવશે. સિદ્ધાંત ચતુર્વેદીનું એક્સલ એન્ટરટેઇન સાથે ૨૦૧૯માં તેની વિખ્યાત 'ગલી બોય' ફિલ્મ કરી ચૂક્યો છે.
સિદ્ધાંત છેલ્લે ૨૦૨૪માં એક્શન ડ્રામા 'યુધરા'માં જોવા મળ્યો હતો.