શ્રદ્ધા ફી લેવાને બદલે સહ નિર્માતા તરીકે હિસ્સો મેળવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અનેક કલાકારો અક્ષય કુમારની રાહ પર
- અશનીર ગ્રોવરની બાયોપિકમાં ૨૦ કરોડની ફી કરતાં નફામાં વધુ હિસ્સો મળે તેમ છે
મુંબઈ : 'ઈઠા' ફિલ્મમાં પંદરકરોડ રૂપિયાની ફી મેળવનારી શ્રદ્ધા કપૂરે તેની આગામી ફિલ્મ અશનીર ગ્રોવરની બાયોપિકમાં ગ્રોવરની પત્ની મધુરી જૈનની ભૂમિકા ભજવવા માટે વીસ કરોડ રૂપિયાની ફીની ઓફર સ્વીકારવાને બદલે ફિલ્મની નિર્માત્રી તરીકે ઇન્ટેલક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ-આઇપીઆર-માં હિસ્સો મેળવી નફો રળવાનું પસંદ કર્યું હોવાનું મનાય છે. શ્રદ્ધાનો બોય ફ્રેન્ડ રાહુલ મોદી આ ફિલ્મનું ડિરેક્ટશન કરવાનો છે. ફિલ્મ સ્ટાર્સ અક્ષય કુમારે પણ 'વેલકમ ટુ જંગલ' ફિલ્મમાંથી આ રીતે ૩૫ કરોડ રૂપિયા કરતાં વધારે કમાણી કરી હોવાનું મનાય છે. અક્ષય કુમારે ૧.૮ કરોડ રૂપિયા જ ફી લીધી હતી પણ ફિલ્મમાં નિર્માતા તરીકે તેનો ૭૨ ટકા હિસ્સો હતો. સલમાન ખાને પણ આવી જ રીતે સોદો પાડી તેની આગામી ફિલ્મ માટે ૧૨૦ કરોડ રૂપિયાને બદલે ૭૦ કરોડ રૂપિયા ફી લીધી હોવાની અટકળો ચાલી હતી. જેને નિર્માતાઓએ નકારી કાઢી હતી.









