Get The App

શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મો ટકરાશે

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મો ટકરાશે 1 - image

- ઈથા અને વીવન એક જ દિવસે રીલિઝ થશે

- સિદ્ધાર્થની ફિલ્મ લાંબા સમયથી તૈયાર પડી છે, ગયા મહિને રજૂ થવાની હતી

મુંબઇ : આગામી ઓગસ્ટ મહિનામાં શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાશે. 

સિદ્ધાર્થ મલ્હોત્રાની 'વીવન' લાંબા સમયથી તૈયાર પડી છે.  મૂળ તે ગયા  મહિને જ રીલિઝ થઈ જવાની હતી. જોેકે, કેટલાંક કારણોસર તેની રીલિઝ પાછળ ઠેલીને ૨૮મી ઓગસ્ટ પર લઈ જવાનું નક્કી થયું હતું. 

હવે શ્રદ્ધાની 'ઈથા' પણ ૨૮મીએ રીલિઝ કરવાનું નક્કી થયું છે. તેના કારણે સિદ્ધાર્થની ફિલ્મ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે કારણ કે સિદ્ધાર્થની સરખામણીએ શ્રદ્ધા કપૂર કમર્શિઅલી વધારે સકસેસફૂલ ગણાય છે. તેની ૨૦૨૪ની 'સ્ત્રી ટુ ' નાં બે વર્ષ બાદ હવે નવી ફિલ્મ આવી રહી છે.