VIDEO : શેફાલીની અસ્થિઓને ગળે લગાવી ધ્રુસકે ધ્રુસકે રડ્યો પતિ પરાગ ત્યાગી, જુહુમાં કરાયું વિસર્જન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shefali Jariwala Death : બોલિવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન થયા બાદ મુંબઈનાં જુહુમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આજે સવારે અભિનેત્રીના પતિ પરાગે અસ્થિ વિસર્જનની પરંપરા નિભાવી છે. આ દરમિયાન પરાગ પત્નીની અસ્થિઓ ગળે લગાવી ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળ્યો છે, જેનો વીડિયો જોઈ સૌકોઈ ભાવુક થઈ રહ્યા છે.
પરાગ ધ્રુસકે ધ્રુસકે રડ્યો
શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કાર કરાયા બાદ પતિ પરાગ ત્યાગી અને તેમની ફેમિલી સ્મશાન ઘાટ પર પહોંચી હતી. તેઓએ અહીંથી શેફાલીની અસ્થિઓ લીધી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પરાગ પત્નીની અસ્થિઓને ગળે લગાવી ધ્રુસકે ધ્રુસકે રડતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં પરાગ સાથે શેફાલીની પિતા પણ જોવા મળી રહ્યા છે. બંનેની સ્થિતિ જોઈ ચાહકો ભાવુક થઈ ગયા છે અને કોમેન્ટ સેક્શનમાં તેમને હિંમત રાખવાની સાત્વના આપી રહ્યા છે.
રાત્રે અચાનક તબિયત બગડી
રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે શેફાલીની તબિયત અચાનક બગડી હતી. તેનું શરીર ધ્રુજવા લાગ્યું હતું અને તે બેભાન થઈ ગઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટના સમયે શેફાલીના પતિ પરાગ, માતા અને કેટલાક અન્ય સભ્યો ઘરે હાજર હતા. ફોરેન્સિક ટીમે તેના ઘરમાંથી વિવિધ પ્રકારની દવાઓ જપ્ત કરી છે, જેમાં એન્ટિ-એજિંગ દવાઓ, વિટામિન સપ્લિમેન્ટ્સ અને ગેસ્ટ્રિક સંબંધિત ગોળીઓ સમાવિષ્ટ છે. અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં આઠ લોકોના નિવેદનો નોંધ્યા છે, જેમાં પરિવારના સભ્યો, ઘરના નોકરો અને બેલેવ્યુ હોસ્પિટલના ડોક્ટર્સનો સમાવેશ થાય છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કાર્યવાહી
તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારના વિવાદ કે ઝઘડાના કોઈ સંકેત નથી. પોલીસ અને ફોરેન્સિક ટીમ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને દવાઓની લેબ તપાસના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે. તમને જણાવી દઈએ કે, શેફાલીને ગુરુવારે મોડી રાત્રે 27 થી 28 જૂન દરમિયાન કાર્ડિયાર્ક અરેસ્ટ આવ્યો હતો. તેને મુંબઈની બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. શેફાલી જરીવાલા 2002માં 'કાંટા લગા' ના રિમિક્સ સોંગથી પ્રચલિત થઈ હતી. આ ગીતને કારણે, તે 'કાંટા ગર્લ' તરીકે પ્રખ્યાત થઈ હતી. તેના ચાહકોની સંખ્યા પણ વધી હતી.








