Get The App

પારસ છાબડાને પહેલેથી જ શેફાલીની મૃત્યુના મળ્યા હતા સંકેત! કુંડળી જોઈને ભવિષ્યવાણીનો વીડિયો વાઈરલ

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
પારસ છાબડાને પહેલેથી જ શેફાલીની મૃત્યુના મળ્યા હતા સંકેત! કુંડળી જોઈને ભવિષ્યવાણીનો વીડિયો વાઈરલ 1 - image


Paras Chhabra Predicted Shefali Death: અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે મોડી રાત્રે નિધન થયું છે. એક્ટ્રસં માત્ર 42 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. અભિનેત્રીના નિધન પહેલા તે સ્વસ્થ હતી. તેથી કોઈ પણ એ વાત માનવા માટે તૈયાર નથી કે હવે તે આ દુનિયામાં નથી રહી. આ દરમિયાન એક્ટ્રસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને દરેક લોકો દંગ રહી ગયા છે. વીડિયોમાં પારસ છાબડા તેમના મોત અંગે ભવિષ્યવાણી કરતાં જોવા મળે છે. 

આ પણ વાંચો: દિલજીત દોસાંઝની ફિલ્મે પાકિસ્તાનમાં બનાવ્યો રેકોર્ડ, પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી


આ પણ વાંચો: સિદ્ધાર્થ શુક્લાથી લઈને શેફાલી જરીવાલા સુધી... અનેક સેલિબ્રિટી બન્યા હાર્ટ એટેકનો શિકાર, જાણો કારણ

પારસ છાબડાએ શેફાલીને મોત અંગે કરી હતી ભવિષ્યવાણી

થોડા મહિના પહેલા શેફાલી જરીવાલા ટીવી અભિનેતા પારસ છાબડાના પોડકાસ્ટ પર જોવા મળી હતી. જ્યાં અભિનેત્રીએ તેના પર્સનલ અને પ્રોફેશનલ જીવન વિશે ઘણા મોટા ખુલાસા કર્યા હતા. વીડિયોમાં પારસ અભિનેત્રીને કહે છે કે, અભિનેત્રીની મે કુંડળી જોઈ છે અને તેમાં એવું જોવા મળ્યું હતું કે તેનું અચાનક મૃત્યુ થઈ શકે છે. હવે અભિનેત્રીના નિધન બાદ આ વીડિયો ખૂબ  વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને બધાને આશ્ચર્ય થાય છે કે, પારસ આટલી સાચી વાત કેવી રીતે બોલી રહ્યો છે. 

શેફાલીની કુંડળી જોઈને પારસે શું કહ્યું હતું

પારસે આ વીડિયોમાં શેફાલીને કહ્યું કે, 'તમારા 8મા ભાવમાં ચંદ્ર, બુધ અને કેતુ બેઠા છે. ચંદ્ર અને કેતુનું સંયોજન સારું નથી કહેવાતું. કારણ કે 8મું ભાવ હાનિકારક, અચાનક મૃત્યુ, પ્રસિદ્ધિ, છુપાયેલા રહસ્યો, તંત્ર સંબંધિત બાબતોનો સંકેત આપે છે. ચંદ્ર અને કેતુ તમારા માટે ખરાબ તો છે જ અને ઉપરથી બુધ તેમની સાથે બેઠો છે. આ પણ  ન્યુરો-સંબંધિત સમસ્યાઓને પણ જન્મ આપે છે.' ઉલ્લેખનીય છે કે, પારસ છાબરા અને શેફાલી જરીવાલા 'બિગ બોસ 13' માં મિત્રો બન્યા હતા. શોની આ સીઝનમાં બંનેએ ઘરમાં ખૂબ જ હંગામો મચાવ્યો હતો.

Tags :